November 24, 2024

હોમ લોન ઝડપથી પૂર્ણ કરવાના સરળ રસ્તા…

ફાઇલ તસવીર

અમદાવાદઃ ઘણાં લોકો માટે પોતાનું ઘર લેવું તે જીવનનું લક્ષ્ય હોય છે. તે માટે હોમ લોન ઘણી મદદરૂપ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોના લોકો માટે ઘણી કંપનીઓ હોમ લોન ઓફર કરે છે. માર્ચમાં બહાર પાડવામાં આવેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, માર્ચ 2012માં 8.6%થી માર્ચ 2023માં લગભગ 6 ટકાથી 14.2 ટકાની હોમ લોન એડવાન્સિસમાં નોંધપાત્ર દશકીય વૃદ્ધિ જોવા મળી હતી.

હોમ લોન મોટાભાગે વધુ રકમ અને લાંબા ગાળા માટે હોય તેવી શક્યતા છે. ઉધાર લેનારા આ લોનની ચૂકવણી કરવા માટે મહેનતથી કમાયેલા નાણાં ખર્ચે છે અને તેમાં પણ મોટા પ્રમાણમાં વ્યાજ ચૂકવે છે. હાલના હોમ લોનના વ્યાજદર 8.50 ટકાથી 14.75 ટકા સુધીના છે. લોનનો સમયગાળો જેટલો લાંબો હોય છે, તેટલું વ્યાજ વધુ ચૂકવવું પડે છે.

તમે લોન પૂરી કરવા માટે પૂરતી બચત કેવી રીતે કરશો? એકવાર હોમ લોનની EMI કપાઈ ગયા પછી મહિના માટે વાપરવાના પૂરતા નાણાં છે કે નહીં, તે કેવી રીતે ચકાસશો? આ બધામાંથી છૂટવાનો એક જ રસ્તો છે કે હોમ લોન જેટલી બને તેટલી ઝડપી પૂરી કરી નાંખો. તે માટે તમારે પ્રતિબદ્ધતા, શિસ્ત અને વ્યૂહાત્મક નાણાકીય આયોજનની જરૂર પડે છે.

તો આ આર્ટિકલમાં અમે તમને હોમ લોન ઝડપથી કેવી રીતે ચૂકવવી જોઈએ, તે માટે કેટલીક સરળ રીત જણાવીશું. જેનાથી તમે મુદત કરતાં પહેલા દેવામુક્ત બની જશો.

પુનર્ધિરાણઃ તમારે એવી બેંક પસંદ કરવી જોઈએ કે જે તમને ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે અને નવી બેંક દ્વારા મંજૂર કરાયેલા નાણાં સાથે તમારી ચાલી રહેલી લોન બંધ કરી શકાય. વિવિધ બેંકના હોમ લોનના વ્યાજદર અલગ-અલગ હોવાથી થોડું રિસર્ચ તમને તમારી હોમ લોન પુનઃધિરાણ મેળવવા માટે ઓછા વ્યાજ દરવાળી બેંક શોધવામાં મદદ કરશે.

જેમને ઊંચું EMI ચૂકવવાનું પરવડે છે, તમારે ટૂંકા સમયગાળામાં ચૂકવણી કરવાની મુદત સાથે લોનના પુનઃર્ધિરાણનો પ્રયાસ કરવો જોઈએ. તમારી નાણાકીય બાબતોમાં આ પુન: ગોઠવણની ટૂંકા ગાળામાં તમને થોડીક તકલીફ પડી શકે છે, પણ ભવિષ્યમાં આશીર્વાદરૂપ બની રહેશે.

નિશ્ચિત દર પર સ્વિચ કરોઃ જો તમારી પાસે ફ્લોટિંગ વ્યાજ દર સાથે હોમ લોન છે, તો નાણાકીય સલાહકારની સલાહ લો અને તેને અન્ય બેંક દ્વારા નિશ્ચિત દર પર સ્વિચ કરો. ફ્લોટિંગ વ્યાજ દરની હોમ લોનમાં જ્યારે ધિરાણકર્તા લોનના વ્યાજ દરમાં વધારો કરે છે, જ્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે. ત્યારે તમે વધારાના પૈસા ચૂકવો છો. નિશ્ચિત દર પર સ્વિચ કરવાથી તમને વધતા વ્યાજદર સામે રક્ષણ મળશે.

નવું દેવું કરવાનું ટાળોઃ કોઈપણ નવી લોન અથવા ડિફોલ્ટેડ ચૂકવણી, જેમ કે ક્રેડિટ કાર્ડ, તમારા નાણાકીય આયોજનને પાટા પરથી ઉતારી શકે છે. તેનાથી તમે તમારી હોમ લોનની ચૂકવણી ચૂકી જશો. જો તમે તમારી હાલની લોન પર પહેલાથી જ ઊંચા માસિક હપ્તા ચૂકવી રહ્યા હોવ તો નવી લોન ન લેવી વધુ સારું છે.

ઓટોમેટિક પેમેન્ટ મોડ સિલેક્ટ કરોઃ પૈસાની સારી ટેવ કેળવવાની આ એક અસરકારક રીત છે. તમે તમારો પગાર મેળવશો તે તારીખ માટે તમે ઓટોમેટિક હોમ લોન ચૂકવણી સેટ કરી શકો છો. તે સુનિશ્ચિત કરશે કે તમારી ચૂકવણી સમયસર છે અને તમને કોઈ દંડ ભરવો નહીં પડે.

વધારાની ચૂકવણી કરોઃ જો તમારી પાસે હોમ લોન પર વધારાની ચૂકવણી કરવા માટે સંસાધનો છે, તો અચકાશો નહીં. તમે વહેલી ચૂકવણી માટે માસિકને બદલે સાપ્તાહિક અથવા પાક્ષિક ચૂકવણીઓ પસંદ કરી શકો છો. વધારાની ચૂકવણીઓ તમારી એકંદર લોનની ચૂકવણીની રકમને ઘટાડશે અને તમને નાણાં બચાવવામાં મદદ કરશે.

લોનની ચૂકવણી માટે વિન્ડફોલ અને બોનસ ફાળવોઃ તમારી હોમ લોન પર વહેલી ચૂકવણી કરવા માટે તમે વિન્ડફોલ, ટેક્સ રિફંડ, વર્ક બોનસ અથવા કોઈપણ અણધાર્યા નાણાકીય લાભની ચૂકવણી માટે ફાળવણી કરી શકો છો.

હોમ લોન ફટાફટ પૂરી કરીને અને દેવામુક્ત જીવન જીવવું, આરામદાયક ઘરમાં આરામથી જીવવું. તમે જેટલી સારી રીતે તમારા નાણાંનું સેટલમેન્ટ કરશો, તેટલી તમારી બચત વધારે થશે. હવે, ઝડપ કરો અને આગામી EMI પહેલાં તમારી એક્સેલ શીટ્સ પર જઈને સેટિંગ કરી લો.