May 17, 2024

લાલ નિશાન સાથે બજારની શરૂઆત, નિફ્ટી 22 હજારથી નીચે

Stock Market: શેરબજારની શરૂઆતમાં બેંક અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડાના કારણે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું છે. આજે આઈટી શેરમાં સારી તેજી જોવા મળી હતી. તેના સહારે બજારમાં થોડી રોનક હતી. BSEના સેન્સેક્સ 66.60 અંકની તેજીની સાથે 73,723ના લેવલ પર ઓપન થયું છે. આનએસઈના નિફ્ટી 31.85 અંક એટલે કે 0.14 ટકાના સામાન્ય ઘટાડા સાથે 22,090 લેવલ પર ખુલ્યું છે.

સેન્સેક્સના શેર
સેન્સેક્સના 30માંથી 17 શેરમાં તેજી જોવા મળી હતી તો 13 શેરમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સના ટોપ ગેનરમાં આજે TCS જે 1.5 ટકા ઉપર આવ્યો હતો. ટાઈટન 0.70 ટકા વધ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને વિપ્રો 0.67 ટકાના ઉછાળ સાથે કારોબાર કરી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.66 ટકા અને એચસીએલ ટેક 0.53 ટકાની ઉપર આવ્યો છે. ટોપ 5માંથી 3 શેર આઈટી સેક્ટરના છે.

નિફ્ટીના શેર
નિફ્ટીના 50 શેરમાંથી 33 શેરોએ તેજીની સાથે કારોબાર કર્યો હતો. તો 17 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અહીં પણ ટોપ ગેનર TCS રહ્યું છે. જેમાં 1.30 ટકાનો વધારો થયો છે. ગ્રાસિમમાં 1.10 ટકાનો વધારો થયો હતો તો સિપ્લામાં એક ટકાનો વધારો થયો હતો. આયશર મોટર્સ 0.88 ટકાના વધારા સાથે આગળ વધ્યું છે તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.80 ટકાની તેજી જોવા મળી હતી.

BSE-NSEના શેર
બીએસઈના 3118 શેરમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાંથી 1895 શેરમાં વધારો અને 1117 શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. 106 શેરમાં કોઈ પણ જાતના બદલાવ વિના ટ્રેડ થઈ રહ્યો છે. 145 શેરમાં અપર સર્કિટ લગાલે છે. જેમાંથી 55 શરેમાં લોઅર સર્કિટ લાગેલી છે.

બેંક નિફ્ટી
બેંક નિફ્ટીમાં આજે ઘટાડો છયો હતો. 12 શેરમાંથી 9 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે બેંક નિફ્ટી 46,500ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે.