January 21, 2025

માસ્ટર સ્ટ્રોક બન્યું PM મોદીનું લંચ, અખિલેશનો ગઢ ધ્વસ્ત

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટીએ તેના સહયોગી દળો સાથે મળીને 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. BJPએ આ માટે એક યોજના બનાવી છે અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. સૌથી પહેલા ભાજપે નબળી બેઠકો પર નજર રાખી હતી. દરેક સીટ માટે અલગ-અલગ રણનીતિ બનાવી અને તેના પર કામ શરૂ કર્યું. યુપીની આંબેડકર નગર બેઠક પણ આમાંથી એક છે, જેના પર ભાજપના પ્લાનની અસર જોવા મળી હતી.

નોંધનયી છે કે ભાજપના ઉમેદવારે 2014માં આંબેડકર નગર સીટ પર જીત મેળવી હતી, પરંતુ ત્યારબાદ 2019માં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અહીંની તમામ પાંચ બેઠકો પર જીત મેળવી હતી. આ પછી ભાજપે આ સીટ માટે ખાસ રણનીતિ બનાવી અને હવે 2019માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર અહીંથી લોકસભા ચૂંટણી જીતનાર રિતેશ પાંડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.

પીએમ મોદી સાથેના લંચનો જાદુ
નોંધનયી છે કે અગાઉ પીએમ મોદીએ રિતેશ પાંડે સાથે લંચ કર્યું હતું. ત્યારબાદ રિતેશ રાજ્યસભાની ચૂંટણી પહેલા બહુજન સમાજ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે તેમના પિતાને સમાજવાદી પાર્ટી સામે બળવો કરવા માટે પણ સમજાવ્યા હતા.રાજ્યસભાની ચૂંટણીમાં રાકેશ પાંડેએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી તેના આઠમા ઉમેદવારને જીત અપાવવામાં સરળતાથી સફળ રહી હતી. હવે લોકસભાની ચૂંટણી પહેલા આંબેડકર નગરમાં સમાજવાદી પાર્ટીનો કિલ્લો ધરાશાયી થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સરળતાથી જીતી શકે છે.

ભાજપ માટે રસ્તો બન્યો સરળ
આંબેડકર નગર સીટના વર્તમાન સાંસદ રિતેશ પાંડે હવે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે. તેઓ આ બેઠક પરથી ટિકિટ મેળવવા પ્રબળ દાવેદાર છે. આ સાથે જલાલપોરના ધારાસભ્ય પણ હવે ભાજપના સમર્થનમાં છે. આંબેડકર નગર લોકસભા બેઠક માટે જલાલપોર વિધાનસભાના મતદારો સૌથી મહત્વપૂર્ણ માનવા આવે છે. ભાજપે અહીં સૌથી મહત્વના નેતાને પોતાની સાથે પાર્ટીમાં સામેલ કરી લીધા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા જ ભાજપે આ બેઠક પર અખિલેશના ગઢને ધ્વસ્ત કરી દીધો છે.