December 19, 2024

ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા

સાઉદી અરેબિયા: “મૈં ને દેખા નહીં હિન્દુ યા મુસલમાન હો તુમ,હા ફક્ત ઈતના હૈ દેખા કિ ઈન્સાન હો તુમ…” હિન્દુ હોય કે પછી મુસલમાન સૌથી ઉપર માનવ ધર્મ છે. બસ આ વસ્તુ જો દરેક માણસને સમજાઈ જાઈ તો કોઈ નાત-જાતના ફાટા નહીં રહે. ત્યારે સાઉદી અરેબિયામાં એક અલગ ઈતિહાસ સર્જાયો છે. પહેલી વખત એવું બન્યું કે કોઈ બિન-મુસ્લિમ ભારતીય મંત્રીએ મદીના શહેરની મુલાકાત લીધી છે. એટલું જ નહીં તેમણે અહીં આવેલી મસ્જિદોની મુલાકાત લીધી છે.

ઈતિહાસ સર્જાયો
ભારતીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમોના પવિત્ર શહેર મદીનાની મુલાકાત લીધી છે. આ ઈસ્લામિક કાયદાઓ માટે સાઉદી અરેબિયાને માનવામાં આવે છે. ત્યારે સાઉદી અરેબિયામાં સ્મૃતિ ઈરાનીના આગમનને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યું છે. લઘુમતી બાબતોનોને લઈને સ્મૃતિ ઈરાનીએ પ્રતિનિધિમંડળ સાથે મદીના શહેરની મુલાકાતે ગયા હતા. એક માહિતી અનુસાર આ ઘટના અણધારી ઘટના કહી શકાય. આ જે ઘટના બની તે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના શ્રેષ્ઠ સંબંધો દર્શાવે છે તેવું કહી શકાય.આ પહેલા સાઉદી અરેબિયાના પ્રિન્સે વર્ષ 2021 માં મદીના શહેરને બિન-મુસ્લિમો માટે પણ ખોલવામાં આવ્યું હતું. મંત્રી સ્મૃતિ ઈરાની ભારતીય હજ યાત્રીઓને પણ મળ્યા હતા.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો

ઈસ્લામને નજીકથી જાણવાની તક
મુલાકાત બાદ સ્મૃતિ ઈરાનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વીટર) કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે ‘મેં આજે મદીનાની ઐતિહાસિક મુલાકાત લીધી. આ સમયગાળા દરમિયાન મને ઈસ્લામને નજીકથી જાણવાની તક મળી.’ સ્મૃતિની સાથે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પણ હાજર હતા. થોડા દિવસ પહેલા જ સ્મૃતિ ઈરાનીએ આ વર્ષે (2024) હજ યાત્રાને લઈને સાઉદી અરેબિયા સાથે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

હજ યાત્રીઓને લઈને થયા આ કરાર
આપણા ધર્મમાં ધાર્મિક યાત્રાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પછી તે હિન્દુ ધર્મ હોય કે પછી મુસ્લિમ ધર્મ. ત્યારે ભારતીય મુસ્લિમો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારત અને સાઉદી અરેબિયાએ હજ માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 2024માં વાર્ષિક હજ યાત્રા માટે 1,75,025 હજયાત્રીઓનો ક્વોટા ફાળવી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

આ પણ વાચો: અમેરિકાની શેરીમાં રામ નામ કે હીરે મોતી, કાર રેલી યોજાઈ