December 23, 2024

Sarfaraz Khanને જોઈને તેના પિતા થયા ભાવુક

અમદાવાદ: ગુરુવારે ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ રમાણી હતી. જેમાં સરફરાઝ ખાનને જોઈને તેના પિતા ભાવુક થતા જોવા મળ્યા હતા. આ મેચ બાદ તેના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. સરફરાઝ ખાનના પિતાની ડેબ્યૂ મેચ દરમિયાન તેની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.

લાંબા સમયથી રાહ
આ સમયે સરફરાઝના પિતાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આ ક્ષણને જોવા માટે લાંબા સમયથી હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ તેના પિતાએ એક મોટો ખુલાસો કરીને કહ્યું છે કે જો ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ન હોત તો કદાચ તેણે સરફરાઝ ખાનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા જોયો ન હોત. સૂર્યકુમારના મેસેજ પછી તેના પિતાએ પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું કે આ મેસેજ મળ્યા બાદ નૌશાદે રાજકોટ જવાની વ્યવસ્થા કરી હતી. તેણે કહ્યું કે સૂર્યા તરફથી આ સંદેશ મળ્યા બાદ હું મારી જાતને આવવાથી રોકી શક્યો નહીં. ગોળી લઈને ગઈકાલે અહીં આવ્યો હતો. સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ મેચમાં 62 રનની જોરદાર ઇનિંગ રમી હતી. જોકે તે રનઆઉટ થયો હતો. જેના કારણે તે આ ઇનિંગ્સને સદીમાં બદલી શક્યો ન હતો.

કોણ બનશે વાઇસ કેપ્ટન?
કેપ્ટનના નામની જાહેરાત તો કરી દેવામાં આવી ગઈ છે ત્યારે હવે સલાવ એ છે કે વાઇસ કેપ્ટન કોણ બનશે. હાલ આ સ્થાન માટે 3 નામ આગળ છે. જેમાં પ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપમાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં BCCI કોના નામની જાહેરાત કરે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે. BCCIએ એક આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે ખેલાડીઓ ઈજાગ્રસ્ત નથી તેઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ જય શાહે વિરાટના ઈંગ્લેન્ડ શ્રેણીમાં નહીં રમવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું છે.