December 22, 2024

ટુંક જ સમયમાં Hero લોન્ચ કરશે તેની સૌથી મોંઘી બાઇક

Hero MotoCorp 23 જાન્યુઆરીએ તેની નવી મોટરસાઇકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેનું નામ Mavric રાખ્યું છે. જેને Harley-Davidson X440 સાથે લાવી રહી છે. તાજેતરમાં 2 નવી ટીઝર ઇમેજ શેર કર્યા પછી કંપનીએ તેનું નવું ડિઝાઇન સ્કેચ બહાર પાડ્યું છે. કંપની આ વર્ષની સૌથી પહેલી બાઇક Mavric છે.થોડા સમય પહેલા રૉયલ એન્ડફિલ્ડે પણ તેની 650cc બાઇક લોન્ચ કરી હતી. જેની કિંમત 3.50થી 4.00 લાખ સુધીની છે.ડિઝાઇન
Mavric 440નો લૂક એક રોડસ્ટર બાઇક જેવી છે. તેમાં H-આકારના ડેટાઇમ રનિંગ લેમ્પ્સ સાથે નવો LED હેડલેમ્પ મળે છે. તેમાં શ્રાઉડ અને સિંગલ-પીસ સીટ સાથે ફ્યુલ ટેન્ક આપવામાં આવ્યું છે. Hero Mavric એકંદરે X440 કરતાં વધારે આકર્ષક લાગે છે. કંપની તેની ફ્લેગશિપ મોટરસાઇકલના આધારે યુવા ગ્રાહકોને ટાર્ગેટ કરશે. આ બાઇકની ડિઝાઇનને વધુ પડતી સ્ટાઈલિસ બનાવવામાં આવી છે.સ્પેફિકેશન
X440 પર જોવા મળતા અપ-સાઇડ ડાઉન યુનિટને બદલે Hero Mavricમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્કનો ઉપયોગ કરશે. પાછળની બાજુ હજુ પણ ટ્વીન શોક એબ્ઝોર્બરનો એક સેટ મુકવામાં આવશે. બ્રેકિંગનું કામ આગળ અને પાછળ ડિસ્ક દ્વારા કરવામાં આવશે. તો બીજી તરફ સ્ટાન્ડર્ડ તરીકે ડ્યુઅલ ચેનલ ABSને મુકવામાં આવી છે.એન્જિન
Hero Mavric 440ને એ જ એન્જિન X440 જેવું જ છે. તે 440 સીસીનું સિંગલ-સિલિન્ડર એન્જિન છે. બાઇકમાં ઓઈલ/એર-કૂલ્ડ એન્જિન હોવાની શક્યતા છે, જે 6,000rpm પર 27bhp પાવર અને 4,000rpm પર 38Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો Hero Karizma X MAG ના કેટલાક એલિમેન્ટ Maverick 440 માં જોવા મળે તેવી અપેક્ષા છે.

Heroની સૌથી મોંઘી બાઇક
Hero Mavric 440 પોતાના પ્લેટફોર્મ, પાવરટ્રેન અને કંપોનેટ્સમાં X440ને માત આપે છે. હિરોની આ સેગમેંટની તમામ બાઇકોમાંથી Mavric 440 સૌથી વધુ મોંઘી રહેવાની અપેક્ષા છે. રિપોર્ટનું માનીએ તો Hero Mavrick 440 ની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા છે. જો આવું થાય તો તે Harley-Davidson X440 કરતાં વધુ સસ્તો વિકલ્પ બની જશે. Harley-Davidson X440 બાઇકની કિંમત 2,39,500 રૂપિયા અને 2,79,500 રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. લોન્ચ થયા બાદ Hero Mavrick 440 બાઇકની સીધી સ્પર્ધા Royal Enfield Classic 350, Triumph Scrambler 400X અને Triumph Speed ​​400 જેવી બાઇકો સાથે છે.