July 27, 2024

Tata Punch EVની દમદાર એન્ટ્રી, 11 લાખમાં થશે તમારી

ટાટા મોટર્સ તેની ચોથી ઇલેક્ટ્રિક કાર Tata Punch.EVને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં ઇલેક્ટ્રિક મોડલની અંદર Tata Nexon.ev, Tata Tigor.ev અને Tata Tiago.evને માર્કેટમાં લોન્ચ કરી નાખી છે. Punch.EV ટાટાના નવા EV આર્કિટેક્ચર Acti.ev પર આધારિત છે. સરળ શબ્દોમાં કહીએ તો આ કાર અદ્યતન કનેક્ટેડ ટેક-ઈન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક વાહન બનવા જઈ રહી છે. આ કારનું બુકિંગ આ મહિનાની શરૂઆતમાં 21,000 રૂપિયાના ટોકન રકમથી શરૂ થયું છે.ડિઝાઇન અને ફિચર્સ

Tata punch.ev ની ડિઝાઇન Tata Nexon.ev જેવી જ છે. તેમાં LED, DRL સાથે નવા LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ મળશે. કારમાં LED ટેલ લેમ્પ્સ અને 16 ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ મળશે. ઈલેક્ટ્રિક એસયુવીને 10.25-ઇંચ એચડી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચ ડિજિટલ કોકપિટ, આર્કેડ.ઇવી એપ સ્યૂટ, 360-ડિગ્રી કેમેરા સરાઉન્ડ વ્યૂ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર, 6 એરબેગ્સ અને ક્રુઝ જેવા ઘણા જોરદાર ફિચર્સ મળી રહ્યા છે.ડ્રાઇવિંગ રેન્જમાં બે વિકલ્પો ઉપલબ્ધ

નવી Punch.EV માં ડ્રાઇવિંગ રેન્જમાં બે વિકલ્પો છે. એક રેગ્યુલર મોડલ ઓફર કરશે અને બીજો લોંગ ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરશે. કારમાં પાંચ અલગ-અલગ મોડ્સ છે. સ્માર્ટ, સ્માર્ટ+, એડવેન્ચર, એમ્પાવર્ડ અને એમ્પાવર્ડ+. તેમાં સનરૂફ અને નોન-સનરૂફ વેરિઅન્ટ્સ પણ ઉપલબ્ધ છે. તમે 3.3kW વોલબોક્સ ચાર્જર અથવા 7.2kW ફાસ્ટ હોમ ચાર્જરનો વિકલ્પ પણ પસંદ કરી શકશો. ઇલેક્ટ્રિક એસયુવી ડીસી ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. Tata Punch.EV ની કિંમત 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થશે. punch.ev આ ટાટાનું પ્રથમ મોડલ છે. જે નવા Acti.ev આર્કિટેક્ચર પર આધારિત છે. જે ટૂંક સમયમાં ઘણી ઇલેક્ટ્રિક કારમાં જોવા મળશે.Tata Punchની સીધી સ્પર્ધા Citroen eC3 સાથે

Tata Punchની સીધી સ્પર્ધા Citroen eC3 સાથે થવાની છે. પાવર અને ટાર્કની વાત કરીએ તો Punch 82ps/114Nm રહેશે. તેની સામે Citroenની 57PS/143Nm છે. બેટરી પેકમાં Punchની 25 kWh જ્યારે Citroenની 29.2 kWh છે. Punchની ટોપ સ્પીડ 110 kmphની સામે Cirtoenની 107 kmph છે. રેન્જમાં Punch 315 km આપે છે તો Citroen 320kmની રેન્જ સાથે અવ્વલ છે.દેશમાં પણ ધીરે ધીરે ઈલેક્ટ્રીક કારનો ક્રેઝ વધી રહ્યો છે. મોટા ભાગની મોટર્સ કંપનીઓએ ઈલેક્ટ્રીક કારના બજારમાં પોતાની કાર લોન્ચ કરી છે. ત્યારે હવે રોલ્સ રૉયલ કંપની પણ પોતાની નવી ઈલેક્ટ્રિક કાર 19 જાન્યુઆરીના લોન્ચ કરવા જઈ રહી છે.