January 24, 2025

CM ચંપાઈ સોરેને રાજીનામું આપ્યું, રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા

Jharkhand CM: ઝારખંડના નેતૃત્વમાં ફરી એકવાર પરિવર્તન આવ્યું છે. ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમના સ્થાને હેમંત સોરેન ઝારખંડના આગામી મુખ્યમંત્રી હશે. ચંપાઈ સોરેન 153 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા. હવે ત્રીજી વખત હેમંત સોરેન ઝારખંડના સીએમ તરીકે શપથ લેશે.

હકિકતે, હેમંત સોરેનની 31 માર્ચે મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેમની ધરપકડ પહેલા, હેમંત સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હેમંત સોરેનના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે તેમની પત્ની કલ્પના સોરેના સીએમ બનશે, પરંતુ તેમના અનુભવને જોતા ચંપાઈ સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

ચંપાઈ સોરેને 2 ફેબ્રુઆરીએ ઝારખંડના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે 3 જુલાઈના રોજ તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં તેમણે માત્ર 153 દિવસ ઝારખંડના સીએમ તરીકે સેવા આપી હતી.