હેનરિક ક્લાસના રન વધારે છતાં કેમ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ના મળ્યો?
IPL 2024: ગઈ કાલની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર રહી હતી. હૈદરાબાદની ટીમની હોમ ગ્રાઉન્ડ પર જબરદસ્ત મેચ રહી હતી. SRH એ મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની કાલની મેચનો શ્રેય ઘણા ખેલાડીઓને જાય છે. પરંતુ તમને સવાલ થતો હશે કે અભિષેક શર્મા કરતાં ક્લોસેને વધુ રન બનાવ્યા હતા એમ છતાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે અભિષેક શર્માને કેમ પસંદ કરવામાં આવ્યો?
સૌથી વધુ સ્કોર
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024 સીઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી છે. એ પણ એવી જીત પ્રાપ્ત કરી કે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 31 રનથી મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મેચ દરમિયાન ચોગ્ગા અને છગ્ગાનો જાણે વરસાદ થઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું હતું. આ દરમિયાન ઘણા રેકોર્ડ નવા બન્યા છે. IPL ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું કે બંને ટીમોએ કુલ 523 રન બનાવ્યા, જે ટી20 ક્રિકેટ મેચમાં સૌથી વધુ સ્કોર છે.
આ પણ વાંચો: કોહલીએ કહ્યું શ્વાસ તો લેવા દો…રમૂજી વીડિયો વાયરલ
એવોર્ડ મળ્યો નથી
બંને ટીમોના ઘણા બેટ્સમેનોએ જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું. અભિષેક શર્મા ત્રીજા નંબર પર બેટિંગ કરવા ગયો હતો. આ દરમિયાન તેણે 63 રનની ઇનિંગ રમી હતી. તેણે 7 સિક્સર, 3 ફોર ફટકારી હતી. તેને આ એવોર્ડ મળ્યો તેનું કારણ એ જ છે કે તેણે 16 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે IPL 2024 સિઝનની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ છે. આ મેચ દરમિયાન અભિષેકનું પ્રદર્શન વધુ સારૂ જોવા મળ્યું હતું. તેથી તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. SRH ટીમમાં આ એવોર્ડ કોને મળ્યો તેનાથી ભાગ્યે જ કોઈ ફરક પડ્યો હશે. કારણ કે ટીમની જે શાનદાર જીત થઈ છે તે જ મહત્વપૂર્ણ કહી શકાય.