January 18, 2025

12 કરોડ પરિવારોને આરોગ્ય સુરક્ષા પુરી પાડી: મનસુખ માંડવિયા

નવી દિલ્હી: જન ઔષધિ કેન્દ્રોની મદદથી સરકારે દેશના 12 કરોડ પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડી છે. જેના કારણે ગરીબ લોકોને રાહતદરે જરૂરી દવાઓ મળી રહે અને તેમની સારવાર મળી રહે. આજે દેશમાં 10 હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો છે જે ઓછી કિંમતે દવાઓ આપી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે દેશના 12 કરોડ પરિવારો એટલે કે લગભગ 60 કરોડ લોકોને ‘સ્વાસ્થ્ય સુરક્ષા’ પૂરી પાડવામાં આવી છે અને 10,500 થી વધુ જન ઔષધિ કેન્દ્રો દ્વારા ગરીબોને પોષણક્ષમ ભાવે આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પણ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે દવાઓની ઉચ્ચ ગુણવત્તાની ખાતરી કરવા માટે એક તકેદારી સિસ્ટમ છે જે સતત પ્રક્રિયા છે.

જન ઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ દવાઓ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં માંડવિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર આરોગ્ય ક્ષેત્રને વ્યાપક રીતે જુએ છે અને તે સુનિશ્ચિત કરવા માંગે છે કે દવાઓ સસ્તી હોય અને દરેકને સારી સારવાર મળી રહે. વધુમાં તેમણે કહ્યું કે આજે દેશમાં એક લાખ 64 હજારથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર છે અને તેમના માટે ડોક્ટર્સ પણ જરૂરી છે, તેને ધ્યાનમાં રાખીને દેશમાં એમબીબીએસની બેઠકો બમણી કરવામાં આવી હતી અને મેડિકલ કોલેજોની સંખ્યા પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભારતે પકડી વિકાસની ગતિ, મોદીનો જાદુ દેખાવા લાગ્યો

વધુમાં માંડવિયાએ જણાવ્યું હતું કે પહેલા દેશમાં 350 મેડિકલ કોલેજ હતી જે આજે વધીને 760 થઈ ગઈ છે. આ બધું ડૉક્ટરોની ઉપલબ્ધતા વધારવા માટે કરવામાં આવ્યું છે. માંડવિયાએ કહ્યું કે દેશમાં 12 કરોડ પરિવારો એટલે કે 60 કરોડ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા આપવામાં આવી છે અને હવે તેઓ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.

તેમણે કહ્યું કે આજે 10,500 થી વધુ જન ઔષધિ કેન્દ્રો ગરીબોને સસ્તા દરે દવાઓ આપવા માટે ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દવાઓની ઉચ્ચ ગુણવત્તાની ખાતરી કરવા માટે એક તકેદારી સિસ્ટમ છે. ભાજપના લક્ષ્મીકાંત બાજપેયીએ પૂછ્યું હતું કે શું જન ઔષધિ કેન્દ્રોમાં મોંઘી દવાઓ વેચવા પર વિચારણા કરવામાં આવશે? જેના જવાબમાં રાજ્ય મંત્રી ભગવંત ઢુબાએ જણાવ્યું હતું કે બજાર સર્વે કર્યા પછી અને તેને યોગ્ય માનવામાં આવશે. આ પછી સરકાર આવી દવાઓ જન ઔષધિ કેન્દ્રોમાં વેચવા પર વિચાર કરશે.