મહાકુંભ પછી ચામડીના રોગના કેટલા કેસ આવ્યા? આરોગ્ય મંત્રી બ્રજેશ પાઠકે કર્યો ખુલાસો

Uttarpradesh: ઉત્તરપ્રદેશ સરકારમાં આરોગ્ય વિભાગ સંભાળી રહેલા નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠરે મહાકુંભને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે મહાકુંભ સ્નાન પછી ચામડીના રોગનો કોઈ કેસ નોંધાયો નથી. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે અહીંના એક ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય વિચાર મહાકુંભના ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. તેમણે સંગમના પાણીની શુદ્ધતા અંગે વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાનો ઉલ્લેખ કર્યો. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે સંગમમાં સ્નાન કર્યા પછી ઘણા શ્રદ્ધાળુઓ બીમાર પડ્યા હતા.
કુંભ દરમિયાન સ્વચ્છતાના વખાણ
અહીં જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, બ્રજેશ પાઠકે કુંભ દરમિયાન કરવામાં આવેલી સ્વચ્છતાની પ્રશંસા કરી અને કહ્યું, ‘તીર્થયાત્રીઓની મોટી સંખ્યા હોવા છતાં, ચામડીના રોગનો કોઈ કેસ નોંધાયો નથી. તેમણે ગંગાની શુદ્ધતા અને કાર્યક્રમ દરમિયાન લાગુ કરાયેલા સ્વચ્છતા પગલાંની સફળતા પર ભાર મૂક્યો હતો.
સનાતન અને ભારતીય સંસ્કૃતિ પર હુમલો
બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, સનાતન અને ભારતીય સંસ્કૃતિ પર આજથી કોઈ હુમલો નથી થઈ રહ્યો, સદીઓથી વિવિધ પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે. આપણા વેદ, પુરાણ, શ્રુતિ અને સ્મૃતિઓ પર આક્રમણ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે તક્ષશિલા અને નાલંદા જેવા ઉત્તમ શિક્ષણ કેન્દ્રો પર હુમલો કરીને નાશ કરવામાં આવ્યો હતો.
મુઘલો અને અંગ્રેજોએ તેને નષ્ટ કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કર્યા પણ આપણી સંસ્કૃતિ અકબંધ રહી અને તે વિશ્વને રસ્તો બતાવતી રહી. આપણી સંસ્કૃતિમાં માણસો શ્રેષ્ઠ છે, પ્રાણીઓ અને વૃક્ષો પણ આપણા પરિવારનો ભાગ છે. સમગ્ર સૃષ્ટિ આપણું કુટુંબ છે. આ સનાતનના મૂળમાં છે.
આ પણ વાંચો: ભયાનક રોડ અકસ્માતમાં 37 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત; બોલિવિયામાં 2 બસો સામસામે અથડાઈ
દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવ્યા
બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે મહાકુંભમાં અમે 90 વર્ષની સાસુને તેમની પુત્રવધૂ પોતાના ખભા પર લઈ જતી જોઈ. અન્ય કોઈ સમાજ કે સંસ્કૃતિમાં આ અશક્ય છે. મહાકુંભમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો આવ્યા હતા. તેમણે કહ્યું કે આ વૈશ્વિક તહેવાર ભારત અને ભારતીયતાનું પ્રતિક બની ગયો છે. 2014થી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આજે આપણે ગર્વથી કહેવા લાગ્યા છીએ કે આપણે ભારતીય છીએ. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો.