January 24, 2025

Haryana Elections 2024: ભાજપમાં પડ્યા ધડાધડ રાજીનામા, 250 નેતાએ છોડી પાર્ટી

Haryana BJP First Candidate List: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર કરતા જ પાર્ટીનાં ભગદડ મચી જવા પામી છે. જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં 250 નેતાઓએ રાજીનામું ધરી દીધુ છે. તમને જણાવી દઈએ કે, બીજેપી એ 67 બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરી હતી. ઘણા નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. પાર્ટી છોડનારા નેતાઓમાં ચૌધરી દેવીલાલના પુત્ર રણજીત સિંહ ચૌટાલા અને તેમના પૌત્ર આદિત્ય દેવીલાલ પણ સામેલ છે.

આ પણ વાંચો: ભાજપે ટિકિટ રદ્દ કરતા પૂર્વ MLA ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા; વીડિયો આવ્યો સામે

રણજીત ચૌટાલા સિવાય પૂર્વ મંત્રી અને બીજેપી પ્રદેશાધ્યક્ષ રામબિલાસ શર્મા, બીજેપી સાંસદ નવીન જિંદાલની માતા સાવિત્રી જિંદાલ, ભાજપ ધારાસભ્ય લક્ષ્મણ નાપા, કર્ણદેવ કંબોજસ મંત્રી સંજય સિંહ, પૂર્વ મંત્રી બચન સિંહ આર્ય, જસબીર દેસવાલ, સતીશ ખોલા, પ્રશાંત સન્ની, નયનપાલ રાવત, દર્શન ગિરી અને કૃષ્ણ બજાજ સામેલ છે. આ તમામ તે નેતાઓ છે જેઓ સ્થાપિત થઈ ચૂક્યા છે. આ સિવાય પાર્ટીના 200થી વધુ પદાધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે.