January 23, 2025

પંજાબ કિંગ્સની ટીમના હર્ષલ પટેલ ફરી પર્પલ કેપની રેસમાં!

IPL 2024: આઈપીએલની અડધી સિઝન જતી રહી છે. તમામ મેચમાં ક્રિકેટ ચાહકોને મજા આવી રહી છે. હર્ષલ પટેલે છેલ્લી બે મેચમાં તેની ટીમ પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હર્ષલ પટેલેની વિકેટ જસપ્રીત બુમરાહની બરાબર થઈ ગઈ છે. હવે તે પર્પલ કેપ જીતવાની રેસમાં આગળ છે.

આ ખેલાડી નંબર વન પર
IPL 2024ની અડધી સિઝન હાલ ખતમ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 7થી 8 મેચ પુરી થઈ ગઈ છે. હવે મેચ કરતા હવે પ્લેઓફની રેસ વધુ જોરદાર બની રહી છે. બોલરોના સારા પ્રદર્શનની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સનો જસપ્રિત બુમરાહ નંબર વન પર છે. પરંતુ હવે જસપ્રિત બુમરાહની સામે પણ પડકાર સ્વરૂપે હવે હર્ષલ પટેલ આવી ગયા છે. તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સે મોંઘા ભાવે ખરીદ્યો હતો.

આ પણ વાંચો: IPL 2024: દિલ્હીના બોલરોને પછાડનાર અભિષેક શર્મા કોણ છે?

ત્રીજા સ્થાને પહોંચી ગયો
હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ હવે આ સિઝનમાં સમાનતા પર પહોંચી ગયા છે. આ બંને ખેલાડીઓએ 13 વિકેટ પોતાના નામે કરી છે. આ પછી પણ બુમરાહ નંબર વન પર છે. હર્ષલ પટેલે છેલ્લી બે મેચમાં 6 વિકેટ લેતાની સાથે તે આ રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. હર્ષલ પટેલે બીજા સ્થાન પર પહોંચતાની સાથે યુઝવેન્દ્ર ચહલ ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો.

આ છે ટોપ 5 વિકેટ લેનારા બોલરો
બુમરાહ, હર્ષલ અને ચહલ પછી ગેરાલ્ડ કોએત્ઝી 7 મેચમાં 12 વિકેટ લઈને ચોથા સ્થાન પર પહોંચી ગયા છે. હાલ સેમ કુરન હવે 8 મેચમાં 11 વિકેટ સાથે 5માં નંબર પર પહોંચી ગયો છે. પ્લેઓફમાં જનારી ચાર ટીમોના બોલરોને થોડી વધુ મેચ જોવા મળશે. તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સે હર્ષલ પટેલ માટે 11.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વર્ષ 2021ની વાત કરીએ તો ર્ષલ પટેલ અગાઉ વર્ષ 2021માં 32 વિકેટ લઈને પર્પલ કેપ જીતવામાં સફળ રહ્યો હતો. આ સમયે હર્ષલ RCBની ટીમમાં હતો.