ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી

Gir Somnath: મહાશિવરાત્રીના પર્વને લઈ વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે દર્શન માટે શિવભક્તોની ભીડ ઉમટી પડી છે. હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથમાં ભકતોનુ ઘોડાપુર જોવા મળ્યું હતું. જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, MLA પ્રદ્યુમન વાજા પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં હર્ષ સંઘવીએ પૂજા – વિધી કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.
મળતી માહિતી અનુસાર મહાશિવરાત્રીના પર્વને લઈ વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોમનાથ મંદિર પહોંચ્યા છે. અહીં તેમણે સોમનાથ મંદિરમાં પૂજા કરી. જોકે, ગીર સોમનાથ બાદ હર્ષ સંઘવી બપોરે જૂનાગઢ જશે અને તેઓ ભવનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 3 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધી જૂનાગઢમાં રહેશે. આ સિવાય વિવિધ મંદિરો તેમજ સાધુ સંતો સાથે હર્ષ સંઘવી મુલાકાત કરશે.
આ પણ વાંચો: હું વ્યસ્ત છું… પત્ની સુનિતા સાથે છૂટાછેડા પર ગોવિંદાની પહેલી પ્રતિક્રિયા આવી સામે