February 23, 2025

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હર્ષ સંધવીએ ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા

મિહિર સોની, અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટમાં પોલીસની કામગીરીને લઈને ગૃહમંત્રીની બેઠક યોજાઈ હતી. હર્ષ સંધવીએ જણાવ્યું કે કોલ્ડપ્લેના કાર્યક્રમમાં 400 કરોડનું બિઝનેશ મળ્યો. પહેલા દિવસની વ્યવસ્થા જોઈને બીજા દિવસે પણ લોકો આવ્યા હતા. ટ્રાફિકની વ્યવસ્થાને લઈને સામાન્ય વ્યક્તિ હેરાન ના થયા. બહારથી આવેલા લોકો સારો અનુભવ લઈને ગયા છે. જેને લઈ ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

કોલ્ડપ્લે કોન્સર્ટમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હોય તો ગુજરાત રાજ્ય પ્રથમ છે. પોલીસના બંદોબસ્ત, મેટ્રો ટ્રેનમાં અનેક લોકોએ મુસાફરી કરી હતી. 2 દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થાને લઈને SOP બનાવવાની જાહેરાત કરી હતી. કોઈપણ ઇવેન્ટમાં કાયદા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને SOP તૈયાર કરવામાં આવશે. બેઠકમાં ગૃહમંત્રીએ પોલીસની કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા.