ગુજરાતમાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર તવાઈ

Income Tax Search Operation: ગુજરાતમાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર તવાઈ બોલાવાઈ છે. ડી.એસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિત 16 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જામનગર, અમદાવાદ અને માળિયામાં તપાસ ચાલી રહી છે. માળીયા ખાતે દેવ સોલ્ટની ફેક્ટરી આવેલી છે.
ગુજરાતના અલગ અલગ શહેરોમાં મીઠાના વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દેવ ગ્રુપના ડી.એસ.ઝાલા અને એચ.ડી ઝાલા પર વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે કોર્પોરેટ ઓફિસ, માળિયાના હરિપર ખાતે મીઠાની ફેક્ટરી સહિતના 15થી 17 સ્થળોએ આઈ.ટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશન મોટુ હોવાને કારણે જામનગર અને રાજકોટ ટિમો બોલાવવામાં આવી છે. આઈ. ટી.વિભાગની તપાસ દરમિયાન બેનામી વ્યવહારો અને દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના મોટા ગજાના ક્ષત્રિય અગ્રણીના સગાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.