October 16, 2024

હરમનપ્રીતે તોડ્યો સ્મૃતિ મંધાનાનો શાનદાર રેકોર્ડ

Harmanpreet Kaur Runs: મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે હારી ગઈ હતી. છેલ્લી ઓવરમાં મેચ જીતવા માટે 14 રનની જરૂર હતી. પરંતુ ટીમ રન બનાવવામાં સફળ રહી ના હતી. જેના કારણે મહિલા ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હરમનપ્રીત ચોક્કસપણે અડધી સદી ફટકારી હતી. જોકે ટીમના બીજા બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા હતા. ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલની આશાને મોટો ફટકો પડ્યો હતો.

ભારતીય ટીમ વિખેરાઈ ગઈ
શેફાલી વર્માએ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની શાનદાર શરૂઆત કરી હતી. તેણે 20 રનની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. સ્મૃતિ મંધાના 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ રન બનાવવાની જવાબદારી લીધી હતી. આ બંને ખેલાડીઓ રમી રહ્યા હતા તે સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાની જીત થશે પરંતુ એવું થયું નહીં. દીપ્તિના આઉટ થતાંની સાથે જ ભારતીય ખેલાડીઓ વિખેરાઈ ગયા હતા.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

મહિલા T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ
શેફાલી વર્મા- 2045
જેમિમાહ રોડ્રિગ્ઝ- 2142
મિતાલી રાજ- 2364
સ્મૃતિ મંધાના- 3568
હરમનપ્રીત કૌર- 3576

સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ તોડ્યો
હરમનપ્રીતે 47 બોલમાં 54 રન બનાવામાં સફળ રહી હતી. હરમનપ્રીતના અત્યાર સુધીના રનની વાત કરવામાં આવે તો તેણે 177 T20I મેચમાં 3576 રન બનાવ્યા છે. જ્યારે મંધાનાના નામે 124 T20I મેચોમાં 3568 રન છે. હવે તમામ ભારતીય ખેલાડીઓને પાછળ રાખીને તેણે પોતાનું પહેલું સ્થાન પાક્કું કર્યું છે.