December 23, 2024

હાર્દિક પંડ્યાએ દિલ્હી સામેની હારનું કારણ આપ્યું, ચાહકો ચોંકી ગયા!

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર થઈ હતી. 10 રનથી દિલ્હીની ટીમની જીત થઈ હતી. મેચમાં હાર બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેમ મુંબઈની ટીમની હાર થઈ તે જણાવ્યું હતું. તેમણે જે કારણ આપ્યું તે સાંભળીને ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા.

ખરાબ બોલિંગ પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 17મી સીઝન અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. બોલિંગ પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 257 રન બનાવ્યા હતા. જેની સામે મુંબઈની ટીમે 247 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તિલક વર્માની રમત જાગૃતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ હાર મળી તેનું કારણ પણ તિલક વર્મા છે.

આ પણ વાંચો: RCB પ્લેઓફની રેસમાં, સિઝનમાં આવું કરનાર પ્રથમ ટીમ બની

સીધો ઉલ્લેખ હતો
હાર્દિક પંડ્યાએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર બાદ નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે અમે રમત જાગૃતિના સંદર્ભમાં થોડા પાછળ રહી ગયા છીએ અને આ પણ અમારી હારનું મુખ્ય કારણ હતું. તમને જણાવી દઈએ કે હાર્દિકનો સીધો ઉલ્લેખ તિલક વર્મા તરફ હતો. હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે જે રીતે મેચો યોજાઈ રહી છે તેનાથી બોલરો પર ઘણું દબાણ છે. અમે કેટલીક મધ્યમ ઓવરોમાં ઝડપી રન બનાવી શક્યા નહોતા જ્યાં અમારે મોટા શોટ રમવાના હતા. બંને ટીમ વચ્ચે જીત માટે થોડા બોલનો તફાવત રહી ગયો હતો.