IPLમાં ફરીવાર જોવા મળશે આ ગુજરાતી ખેલાડી
અમદાવાદ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આજે એક ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે વર્લ્ડકપ 2023 દરમિયાન તેમની હાલાત કેવી હતી. જોકે હવે તેઓ આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા જઈ રહ્યો છે.
ફિટનેસ સાબિત કરી
ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તમને ફરી વખત IPLમાં જોવા મળશે. વર્લ્ડ કપ 2023 દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જે બાદ તે અંદાજે ચાર મહિના સુધી આરામ પર જતો રહ્યો હતો અને તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. જોકે હાર્દિકે T20 ટૂર્નામેન્ટમાં રમ્યો અને ફિટનેસની સાબિત કરી હતી. ત્યારે હવે આગામી મેચને લઈને તે તૈયાર છે. આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા જઈ રહ્યો છે.
ઇન્જેક્શન લાગ્યા
હાર્દિક પંડ્યાએ કહ્યું કે મે તૈયારી રાખી હતી કે હું થોડા જ દિવસમાં પાછો ફરીશ. મારા પગની ઘૂંટીમાં ત્રણ જગ્યાએ ઇન્જેક્શન લગાવવામાં આવ્યા હતા. મારા ઘૂંટીમાંથી લોહી નિકળી ગયા તેવી મારી હાલાત હતી. આ ઈજા એવી હતી કે જેના કારણે હું 3 મહિના સુધી ઉભો થઈ શક્યો ના હતો. તેમ છતાં હું છેલ્લા 10 દિવસથી પેઇનકિલર્સ લઈ રહ્યો છું. કારણ કે દેશ માટે રમવું એ મારા માટે મોટું ગૌરવ કહી શકાય. પરંતુ એમ છતાં હું આ ક્ષણને ચૂકી ગયો હતો
હાર્દિકની ગેરહાજરી
ટીમ ઈન્ડિયાની ચોથી લીગ મેચમાં હાર્દિકને ઈજાના સામનો કરવાનો વારો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે થોડા જ દિવસોમાં પાછો ફરશે. પરંતુ તે શક્ય બન્યું નહીં. જોકે ખુદ હાર્દીક પણ એવું વિચારી રહ્યો હતો કે તે 10 દિવસની અંદર પરત ફરશે. પરંતુ મોહમ્મદ શમી પરત ફર્યો હતો જેના કારણે મેચમાં હાર્દિકની ગેરહાજરીનો અહેસાસ થયો ના હતો. તમને જણાવી દઈએ શમીએ સતત વિકેટો લીધી હતી. જોકે ભારતીય ટીમને એમ છતાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.