હાર્દિક પંડ્યાએ દોડીને લીધો અદભૂત કેચ, વીડિયો વાયરલ
IND vs BAN: ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની 86 રને જીતી લીધી હતી. આ મેચમાં મેદાન પર હાર્દિક પંડ્યાની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. તેણે એવો કેચ પકડ્યો હતો કે જેને જોઈને બધા દંગ રહી ગયા હતા. હાર્દિક પંડ્યાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ દબદબો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સિરીઝમાં બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. આ મેચમાં યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીનું બેટ અને બોલ બંને સાથે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વચ્ચે હાર્દિકનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે બાઉન્ડ્રી લાઈન પર એવો કેચ લીધો કે મેદાન પર હાજર તમામ ફેન્સ અને ખેલાડીઓ દંગ રહી ગયા. ફેન્સની સાથે ક્રિકેટરો પણ જોતા રહી ગયા હતા.
Athleticism at its best! 😎
An outstanding running catch from Hardik Pandya 🔥🔥
Live – https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB
— BCCI (@BCCI) October 9, 2024
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત
બાઉન્ડ્રીથી દૂર રાખવામાં સફળ
બીજી T20 મેચમાં બાંગ્લાદેશની ટીમને ભારતીય ટીમ દ્વારા જીતવા માટે 222 રનનો ટાર્ગેટ અપાયો હતો. ત્રીજા બોલ પર બાંગ્લાદેશ ટીમના ખેલાડી રિશાદ હુસૈને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ તેની ડાબી બાજુએ ઝડપથી દોડીને રનિંગ કેચ લીધો હતો. હાર્દિક લગભગ 27 મીટર દોડ્યો હતો. કેચ લીધા બાદ હાર્દિક જમીન પર પડ્યો હતો પરંતુ તે ચોક્કસપણે પોતાને બાઉન્ડ્રીથી દૂર રાખવામાં સફળ રહ્યો હતો.