December 29, 2024

MIની સતત હાર બાદ, હાર્દિક મહાદેવની શરણમાં, સોમનાથ મંદિરમાં કરી પ્રાર્થના

Hardik Pandya Somnath Temple: હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તેણે આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ આ સિઝન માટે મોટો ફેરફાર કર્યો છે. તેણે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો છે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે, પરંતુ હાલમાં ટીમને આ ફેરફારનો કોઈ ફાયદો થતો હોય તેવું લાગતું નથી. આ દરમિયાન હાર્દિકને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓ શુક્રવારે સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

હકિકતે, કેપ્ટન બન્યા બાદ પંડ્યાને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સાથે ટીમને સતત ત્રણ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે છે. આ મેચ 7મી એપ્રિલે રમાશે. આ મેચ પહેલા કેપ્ટન પંડ્યા દર્શન માટે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાન શિવની પ્રાર્થના કરી. પંડ્યા અને મંદિર પરિસરનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં મુંબઈને ગુજરાત ટાઇટન્સે 6 રને પરાજય આપ્યો હતો. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ 31 રનથી હારી ગયું હતું. હૈદરાબાદ સામે મુંબઈના બોલરોને ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી મુંબઈને રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે હરાવ્યું હતું.