January 23, 2025

હેડકોચના પદ માટે સિનિયર ખેલાડીએ રસ દાખવ્યો

T20 World Cup 2024:  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થશે. ટુર્નામેન્ટ પહેલા જ નવા કોચની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નવા મુખ્ય કોચની શોધમાં છે. બોર્ડે આ માટે અરજીઓ પણ મંગાવી છે. રાહુલ દ્રવિડ પણ કોચ પદ માટે ફરી અરજી કરી શકે છે. આ દરમિયાન પૂર્વ ભારતીય સ્પિનર ​​હરભજન સિંહે ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગમાં રસ દાખવ્યો છે.

ક્રિકેટે ઘણું આપ્યું છે
ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલા જ હરભજને કહ્યું, “મને ખબર નથી કે હું અરજી કરીશ કે નહીં. ભારતમાં કોચિંગ મેન મેનેજમેન્ટ વિશે છે, ખેલાડીઓને ડ્રાઇવ અને પુલ શીખવવા વિશે નહીં. ભારતીય ખેલાડીઓ આ વાત સારી રીતે જાણે છે. ક્રિકેટે મને ઘણું આપ્યું છે અને જો મને તે પાછું આપવાનો મોકો મળશે તો હું ખૂબ જ ખુશ થઈશ.જોકે, IPL ટુર્નામેન્ટ આશિષ નહેરા કોચ તરીકે આવ્યા હતા. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બીજી તરફ મુખ્ય કોચ કઈ રણનીતિ નક્કી કરશે એની પણ ક્રિકેટપ્રેમીઓમાં સારી એવી ચર્ચા છે. આગામી વર્લ્ડકપ માટેની ટીમ નક્કી થઈ ચૂકી છે.

આ પણ વાંચો: IPL 2024: અમદાવાદમાં રમાશે ક્વોલિફાયર-1 મેચ, શું વરસાદ બનશે વિઘ્ન?

અનુભવનો નીચોડ મળશે
BCCIએ તાજેતરમાં જ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી. ટીમના નવા મુખ્ય કોચનો કાર્યકાળ 1 જુલાઈ, 2023થી શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027ના રોજ સમાપ્ત થશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ODI વર્લ્ડ કપ 2023 બાદ સમાપ્ત થયો હતો. જોકે, તેમને જૂન સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. હરભજન આ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો. મુખ્ય કોચના પદ માટે અરજી કરવા માટે અમુક લાયકાત હોવી જરૂરી છે. અરજી કરનાર ખેલાડીએ ઓછામાં ઓછી 30 ટેસ્ટ અથવા 50 ODI મેચ રમી હોય. જોકે, હરભજનને આ તક મળશે તો એ ત્રણેય ફોર્મેટનો ખેલાડી રહ્યો છે એટલે નવા ખેલાડીઓને એના અનુભવનો નીચોડ મળી રહેશે.