November 18, 2024

…જ્યારે ગોડ ઓફ ક્રિકેટના કઠિન કમબેકે ‘કિસ્મત’ બદલી

Sachin Tendulkar Birthday: જ્યારે પણ સારા ખેલાડીઓની વાત કરવામાં આવશે ત્યારે ચોક્કસથી સચિન તેંડુલકરને યાદ કરવામાં આવશે. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરમાં રમવાની શરૂઆત કરી દીધી હતી ભારત માટે આ સાથે દાયકાઓ સુધી ક્રિકેટ જગત પર રાજ કર્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે પણ સચિન તેંડુલકરે રન બનાવ્યા હતા. તે સમયે ટીમ ઈન્ડિયાનો વિજ્ય થયો હતો.

સચિનના નામે હજુ ઘણા એવા રેકોર્ડ છે કે હજૂ સુધી કોઈ તોડી શક્યું નથી. જોકે સચિને નિવૃત્તિ લીધા તેના 11 વર્ષ થઈ ગયા છે. પણ કહેવાય છે કે મોટી સફળતા પણ કોઈ આરામથી મળી જતી નથી. તેના માટે પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: LSG ફેન રાતોરાત ફેમસ થઈ ગયો, વીડિયો થયો વાયરલ

સચિનનો સૌથી ખરાબ તબક્કો

સચિન તેંડુલકર અને ઈજાઓ વચ્ચે લાંબો સંબંધ હતો તેવું કહી શકાય. સચિન સાથે એવો સમય પણ આવ્યો કે તેને ભારે ઈજા થઈ અને જેના કારણે તેની કારકિર્દી પર દાવ લાગી ગયો હતો. આ સમય તેના માટે એવો હતો કે તેને તેની જીંદગીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. તેની ઈજાના કારણે તેની કારકિર્દી સમાપ્ત થવાનો વારો આવ્યો હતો. કારણ કે આ સમયે તે બેટ પકડી શકે તેવી હાલતમાં પણ ના હતો. 18 ટેસ્ટ મેચોમાં 41ની એવરેજ અને 24 વનડે મેચોમાં માત્ર 35ની એવરેજથી બેટિંગ કરી હતી. સચિનને ​​તેની કારકિર્દી દરમિયાન ઘણી ઈજાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેની અસર તેના પ્રદર્શનમાં ખુબ નકારાત્મક પડી હતી.

સચિનને ચાહકોએ કર્યો ટ્રોલ

સચિન તેંડુલકર માટે આ ઈજા બાદ ચાહકોએ પણ ખુબ ટ્રોલ કર્યો હતો. જેમાં અમૂક ચાહક વર્ગમાં આંદુલકર જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો. તેની કારકિર્દી હવે પુરી થઈ ગઈ હોવાની વાત કરી રહ્યા હતા. પરંતુ કહેવાય છે ને ખરાબ સમય પછી સારો સમય ચોક્કસ આવે છે. આ ઈજા પછી ભારતને બીજો સચિન મળ્યો હતો. તેણે એવી રીતે ફરી કમબેક કર્યું કે દરેક ખેલાડીઓ અને ચાહકવર્ગ જોતો જ રહી ગયો હતો. ત્યારબાદ તેણે 6 વર્ષ સુધી આનંદથી ક્રિકેટ રમ્યો હતો. આ બાદ જ તેણે મોટા ભાગના રેકોર્ડ બનાવ્યા હતા. પછી તે ODI ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી હોય કે પછી 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હોય કે પછી ODI વર્લ્ડ કપની જીત હોય તમામ રેકોર્ડમાં સચિનનો રેકોર્ડ છે.