December 23, 2024

હમાસે યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી, ખલીલ અલ-હૈયા નવા વડા બન્યા

Israel Killed Yahya Sinwar: ઇઝરાયલે 17 ઓક્ટોબરે હમાસ ચીફ યાહ્યા સિનવરની હત્યા કરી હતી. ત્યારબાદ હવે હમાસે પોતાનો નવો નેતા પસંદ કરી લીધો છે. ખલીલ હૈયાને નવા ચીફ બનાવવામાં આવ્યા છે. હમાસના ટોચના નેતૃત્વના ઘણા પ્રમુખો હાલના સંઘર્ષમાં માર્યા ગયા છે. આવી સ્થિતિમાં સિનવારના ઉત્તરાધિકારીને લઈને કેટલાક નામ ચર્ચામાં હતા. આમાં ખાલિદ મેશાલનું નામ પણ સામેલ હતું. જો કે, હમાસે ખલીલ અલ-હૈયાને તેના નેતા તરીકે પસંદ કર્યા છે. હૈયા હવે કતારમાં રહે છે કારણ કે તેનો આખો પરિવાર 2007માં ગાઝામાં ઈઝરાયેલી હવાઈ હુમલા દરમિયાન માર્યો ગયો હતો.

યુદ્ધવિરામની ઈચ્છા વ્યક્ત કરી
આ વર્ષે એપ્રિલમાં યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે, અલ-હૈયાએ ઇઝરાયેલ સાથે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે યુદ્ધવિરામ માટે સંમત થવાની તૈયારી દર્શાવી હતી. એસોસિએટેડ પ્રેસ અનુસાર, તેણે એમ પણ કહ્યું કે જો સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના કરવામાં આવશે, તો હમાસ તેના હથિયારો નીચે મૂકશે અને રાજકીય પક્ષમાં ફેરવાઈ જશે.

હૈયાએ સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી
હમાસે તેના ટોચના નેતા યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે આ ‘અમને વધુ મજબૂત બનાવશે’. હમાસના નવા વડા ખલીલ અલ-હૈયાએ તેમના જૂથના નેતા યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી છે. અલ-હૈયાએ એક નિવેદન પુનરાવર્તિત કર્યું હતું કે તેઓ 7 ઓક્ટોબરના ઇઝરાયેલ પરના હુમલામાં પકડાયેલા ઇઝરાયેલી બંધકોને ત્યાં સુધી છોડશે નહીં જ્યાં સુધી, જ્યાં સુધી ઘેરાયેલા પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર “હુમલો” બંધ ન થાય અને ઇઝરાયેલી દળો પાછા ન ખેંચે.