આ Hair Care Routine કરો ફોલો, વાળ થઈ જશે ચમકદાર
Hair Care Routine: ફ્રિઝિનેસને કારણે તમારા વાળ તૂટવા લાગે છે. ફ્રિઝિનેસના પણ ઘણા કારણો હોઈ શકે છે. જવાળું હવામાન, હોર્મોનલ ફેરફારો, પ્રદૂષણ, ધૂળ અને પરસેવાના કારણે પણ વાળ ફ્રઝી થવા લાગે છે. ફ્રઝીનેસ જો વાળમાં થઈ જાય છે તો વાળમાંથી ચમક જતી રહે છે. અમે તમને આજે હેર કેર રૂટિન સ્ટેપ જણાવીશું. જે તમારા વાળને ફ્રિઝિનેસનથી રાખશે દૂર.
સિલ્કી વાળ માટે આ પગલાં કરો ફોલો
હેર સીરમ
તમારા વાળમાં ચમક અને કોમળતા લાવવા માટે હેર સીરમનો ઉપયોગ કરી શકો છો. વાળને ધોયા અને કન્ડીશનીંગ કર્યા પછી તમે તેને લગાવી શકો છો.
આ પણ વાંચો: ચોમાસામાં Food Poisoningથી બચવા આટલું ખાસ કરો, નહીંતર પેટની પથારી ફરશે
ડીપ ઓઈલીંગ
અઠવાડિયામાં બે વાર નાળિયેર તેલ લગાવીને વાળમાં મસાજ કરો. સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરઃ હંમેશા તમારા વાળ માટે સલ્ફેટ, પેરાબેન ફ્રી શેમ્પૂથી ધોવાના રાખો. વધારે વાળ ધોવાના કારણે તમારા વાળને નુકસાની થઈ શકે છે.
હેર માસ્કનો ઉપયોગ કરો
તમારા વાળને પોષણ આપવા માટે, અઠવાડિયામાં એકથી બે વાર હેર માસ્ક લગાવી શકો છો. જેમાં તમે આર્ગન તેલ, ગ્લિસરીન અને મધ જેવા ઘટકો સાથેના માસ્ક બનાવીને લગાવી શકો છો. હેર માસ્ક તમે રસોડાની સામગ્રીમાંથી પણ બનાવી શકો છો. જે તમને ફાયદો લાંબા સમય પછી કરશે, પરંતુ તમને નુકસાન પણ ચોક્કસ નહીં કરે.