જ્ઞાન પ્રકાશ સ્વામીના જલારામ બાપા વિશેના નિવેદનથી રઘુવંશી સમાજમાં ભારે રોષ

Gyan Prakash Swami statements on Jalaram Bapa: જ્ઞાન પ્રકાશ સ્વામી વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામી અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ ટીપ્પણી આપી હતી. જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામી એ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. રઘુવંશી સમાજના અગ્રણી બલરામ કારિયાએ આ મામલે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: રોહિત શર્માને જાડો કહેવું કોંગ્રેસ નેતા શમાને પડ્યું ભારે… કોંગ્રેસે પોસ્ટ કરાવી ડિલિટ
ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા
જ્ઞાન પ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું કે, જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા હતા. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે. આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખી ગયું છે. રઘુવંશી સમાજના અગ્રણી બલરામ કારિયાનું નિવેદન આપ્યું હતું. જ્ઞાન પ્રકાશ સ્વામીની જિંદગીમાં અંધકાર ફેલાવીશું. જાહેરમાં આ સ્વામીએ માફી માગવી જોઈએ. ગામે ગામ આંદોલન કરીશું. સ્વામિનારાયણના સંતો પહેલા તેની કામલીલા સંકેલે.