November 17, 2024

ગુજરાતમાં અહીં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

gujarat weather update rain forecast for north gujarat and kutch

ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર દેખાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આજથી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અંદાજે 33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ત્યારબાદ 22મી ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થશે. ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડશે.’

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ‘ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બેવડી ઋતુનો અનુભવ થશે.’

તો ભારે પવનને કારણે ગુજરાતની સૌથી મોટી રોપ-વે સેવા ખોરવાઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગિરનાર રોપ-વે સેવા ભારે પવનને કારણે બંધ કરવી પડી છે. છેલ્લા ચાર દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તેને લઈને રોપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોર બાદ પવનની ગતિ ધીમી પડશે તો રોપ-વે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારથી અંદાજે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ-વે સેવા કાર્યરત થશે.