January 16, 2025

હવામાન વિભાગની મોટી આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

Gujarat weather update kutch saurashtra light rain forecast

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી અંગે માહિતી આપતા જણાવ્યુ છે કે, ‘આજે પણ રાજ્યના કેટલા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, જામનગરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરના કારણે વરસાદની અસર વર્તાશે.’

આ પણ વાંચોઃ ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ? 4 ટર્મ લોકસભામાં ‘ને એક ટર્મ રાજ્યસભામાં હતા

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કાળઝાળ ગરમીથી લોકોને થોડી રાહત મળશે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે.’