November 14, 2024

અંબાલાલની મોટી આગાહી, આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા

gujarat weather update Ambalal patel said Heat is likely to rise in state from tomorrow

ફાઇલ તસવીર

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યુ છે કે, ‘આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ છે. ત્યારે આવતીકાલથી મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ છે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘કચ્છના વિસ્તારોમાં પવન સાથે ગરમી રહેશે. તારીખ 18થી20 સુધી દક્ષિણ અને ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

તેમણે ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે. તારીખ 8થી15 જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસું આવશે. ચોમાસાની શરુઆતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે.’

તેમણે કહ્યુ હતુ કે, ‘શરુઆતના ચોમાસામાં રાજ્યભરમાં વરસાદ રહેશે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરીયાકાંઠાનાં વિસ્તારોમાં 44થી 45 ઈંચ વરસાદ થશે. વલસાડ, આહવા અને ડાંગમાં 80 ઈંચ જેવો વરસાદ રહેશે.’

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ
ભારે ઉકળાટ વચ્ચે છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ છવાયેલો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. તેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. ખાસ કરીને, ઉનાળુ પાક અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે.