November 27, 2024

ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

WPL 2024: ભારતમાં T20 લીગ હવેથી થોડા મહિનામાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે ભારતમાં રમાનારી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમને મોટો ફટકો લાગ્યો છે. ટીમનો એક સ્ટાર ખેલાડી છે જે કેન્સરની સારવારને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં. કેન્સરની સારવારને કારણે આ સ્ટાર ખેલાડી WPL 2024 નહીં રમી શકે, તમને જણાવી દઈએ  ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ લીધા હતા.

ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ
ભારતમાં T20 હવેથી થોડા જ મહિનામાં શરૂ થશે,જેમાં મહિલાઓ માટે WPL અને પુરૂષો માટે IPLનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેચ મહિલાઓ અને પુરુષો બન્ને ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આ વખતના શેડ્યૂલ મુજબ આ વર્ષે પુરુષોનો ટી-20 વર્લ્ડ કપ જૂન મહિનામાં અને મહિલાઓની ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં રમાવાની છે. ત્યાર દેશની સાથે દુનિયાના તમામ ખેલાડીઓ આ મેચમાં ભાગ લેવા માટે તૈયાર છે. પરંતુ આ તમામ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે જેમાં આ મેચમાં મહિલા એક ખેલાડી WPLની બીજી સિઝન રમી શકશે નહીં.

આ પણ વાચો: જય સતત ત્રીજાવાર બન્યા ACCના શહેં ‘શાહ’, શુભેચ્છાઓની સુનામી

કેન્સરને કારણે નહીં રમી શકે
ઓસ્ટ્રેલિયન બોલર લોરેન ચીટલને ત્વચાના કેન્સરના કારણે મહિલા પ્રીમિયર લીગ (WPL)માં ડેબ્યૂ કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે બુધવારે તેમના ડાબા હાથના ફાસ્ટ બોલરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેણી 2021માં તેના પગ પર સમાન ઓપરેશન માટે ગઈ હતી. ડિસેમ્બર (WPL)માં હરાજીમાં ગુજરાત જાયન્ટ્સ દ્વારા લોરેન ચીટલની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે તે ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં, જે ટૂર્નામેન્ટ પહેલા ટીમને મોટો ફટકો મળ્યો હોય તેવું કહી શકાય. WPLની પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીથી રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગુજરાતની ટીમ તેની પ્રથમ મેચ 25 ફેબ્રુઆરીથી મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.

ગુજરાતે સૌથી વધુ ખેલાડીઓ લીધા
દિલ્હીએ 3 અને મુંબઈએ 5 ખેલાડીઓ અને ગુજરાતે સૌથી વધુ 10 ખેલાડીઓ ટીમમાં સામેલ કર્યા હતા. યુપીએ 5 અને બેંગલુરુએ 7 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ગુજરાત જાયન્ટ્સની વાત કરવામાં આવે તો કાશવી ગૌતમ (2 કરોડ), ફોબી લિચફિલ્ડ (1 કરોડ), કૃષ્ણમૂર્તિ (30 લાખ), મેઘના સિંહ (30 લાખ), લોરેન ચીટલ (30 લાખ), પ્રિયા મિશ્રા (20 લાખ), ત્રિશા પુજિથા (10 લાખ), કેથરિન બ્રાઇસ (10 લાખ), મન્નત કશ્યપ (10 લાખ), તરન્નુમ પઠાણ (10 લાખ) અને વેદાકૃષ્ણમૂર્તિ (30 લાખ) આટલી કિંમતમાં ખરીદ્યા હતા.

આ પણ વાચો: Mayank Agarwal: શું મેચ પહેલા ક્રિકેટરને અપાયું ઝેર? પોલીસ તપાસ શરૂ