May 9, 2024

જય સતત ત્રીજાવાર બન્યા ACCના શહેં ‘શાહ’, શુભેચ્છાઓની સુનામી

નવી દિલ્હી: જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અત્યાર સુધીમાં જય શાહે બે-બે વર્ષની બે ટર્મ પૂરી કરી છે અને આ તેમની ત્રીજી ટર્મ હશે જ્યાં તેઓ ACC પ્રમુખનું પદ સંભાળશે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા જય શાહનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો છે.

ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા જય શાહનો કાર્યકાળ લંબાવી દેવામાં આવ્યો છે. તમામ અધિકારીઓએ કહ્યું કે જય શાહે એસીસીના આ પદને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે અને તેણે ક્રિકેટના પ્રચારમાં ઘણું યોગદાન આપ્યું છે. જાન્યુઆરી 2021માં જય શાહે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન પાસેથી ACCની કમાન સંભાળી હતી. ત્યાર બાદ તેમને આ ફરી વાર મોકો મળ્યો છે. ત્યારબાદ ફરી શાહ જોવા મળશે આ પદ પર. તેમના કાર્યકાળને વધારી દેવામાં આવ્યો છે. 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાચો: IND vs ENG : ઓ બાપરે…66 બોલમાં 23 જ રન, શુભમન ગિલ થયો બરાબરનો ટ્રોલ

શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડાએ કર્યા વખાણ
જય શાહના નામનો પ્રસ્તાવ જે સમયે મુકવામાં આવ્યો ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા શમ્મી સિલ્વાએ જય શાહના વખાણ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે જય શાહ સમગ્ર એશિયામાં ક્રિકેટ માટે શાનદાર કામ કરી રહ્યા છે. જય શાહે ક્રિકેટને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેના વિકાસમાં નોંધપાત્ર વિકાસ તરફ કામ કર્યું હોવાનું કહ્યું હતું. વધુમાં કહ્યું કે જય શાહના નેતૃત્વમાં બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન જેવી ક્રિકેટની મહાસત્તાઓ નવી પ્રતિભાઓને બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાચો: સાનિયાથી બેવફાઈનું મળ્યું ફળ! શોએબ મલિક પર લાગ્યો ગંભીર આરોપ