ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લકી ડ્રો મામલે ચોંકાવનારા ખુલાસા, લોકોનાં નામ-નંબર ખોટી રીતે વાપર્યા
બનાસકાંઠાઃ ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર યોજાયેલા લક્કી ડ્રો મામલો અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં માહિતી સામે આવી છે કે, શોર્ટકટમાં કરોડપતિ થવા માટે લોભામણી લાલચોની જાહેરાતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત વ્યક્તિઓનાં નામ અને નંબર પણ ખોટી રીતે ઉપયોગ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બનાસ ધરા મિત્ર મંડળ લક્કી ડ્રોના આયોજકોએ વ્યક્તિનો ખોટી રીતે ટિકિટમાં નામ અને નંબરનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. થરાદના મહેન્દ્રભાઈ ઓઝા નામના વ્યક્તિનો ખોટી રીતે ટિકિટમાં નામ અને નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. થરાદના મહેન્દ્રભાઈ ઓઝાને સમગ્ર ઘટનાની જાણ થતા થરાદ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી.
રાહ ગામના બનાસ ધરા મિત્ર મંડળ લક્કી ડ્રો દ્વારા 21 જાન્યુઆરીની રાત્રે લક્કી ડ્રોનું આયોજન થયું હતું. રાજસ્થાની સાંચોર પોલીસ ત્રાટકતા લક્કી ડ્રોના આયોજકો ફરાર થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં આજે પણ ખુલ્લેઆમ લક્કી ડ્રોના નામે હાટડીઓ ચાલી રહી છે. લક્કી ડ્રોના નામે ટિકિટનું વેચાણ કરી રહ્યા છે.આયોજકોને પોલીસનો ડર નથી.