News 360
January 28, 2025
Breaking News

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, 6 જિલ્લાઓમાં યલો એલર્ટ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરુચ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

પાટણમાં ધોધમાર વરસાદ
પાટણના ચાણસ્મા તાલુકામાં  ભારે વરસાદને કારણે પાંચ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યાં છે. ઈંટોદા ગામમાં ખેતરોમાં ભરાયેલું પાણી ગામમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. ગામલોકોએ વહીવટી તંત્રને જાણ કરતા કલેકટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે. તંત્ર દ્વારા કેનાલ તોડી પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોને સ્થળાંતર કરાવી પ્રાથમિક શાળામાં રખાયા છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. શહેરના વસ્ત્રાલ, અમરાઈવાડી, ગીતા મંદિર, ગોતા સહિત શહેરના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. શહેરના તમામ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં વરસાદ પડતા શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.