January 24, 2025

ભાજપના 9, કોંગ્રેસના 7 તો AAPના એક ઉમેદવારે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું

Gujarat lok sabha election 2024 bjp 9 congress 7 aap 1 candidate fill up form

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે આજે ઘણાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર આગામી 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. જ્યારે આગામી 4 જૂને મતગણતરી યોજવામાં આવશે.

આજે ભાજપના 9 ઉમેદવારોએ, કોંગ્રેસના 7 ઉમેદવારોએ અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ઉમેદવારોએ જનમેદની સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યા હતા.

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સુરતથી ફોર્મ ભર્યું

કયા-કયા ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું?

ભાવનગર – ભાજપના નિમુબેન બાંભણીયા
પાટણ – ભાજપના ભરત ડાભી
ગાંધીનગર – કોંગ્રેસના સોનલ પટેલ
અમરેલી – કોંગ્રેસના જેની ઠુમ્મર
પંચમહાલ – કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ
છોટા ઉદેપુર – કોંગ્રેસના સુખરામ રાઠવા
ભાવનગર – આપના ઉમેશ મકવાણા
કચ્છ – ભાજપના વિનોદ ચાવડા
કચ્છ – કોંગ્રેસના નિતેશ લાલણ
ખેડા – ભાજપના દેવુસિંહ ચૌહાણ
જૂનાગઢ – ભાજપના રાજેશ ચુડાસમા
પોરબંદર – કોંગ્રેસના લલિત વસોયા
મહેસાણા – ભાજપના હરિ પટેલ
સાબરકાંઠા – કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી
છોટા ઉદેપુર – ભાજપના ઉમેદવાર જશુ રાઠવા
બનાસકાંઠા – ભાજપના રેખાબેન ચૌધરી
આણંદ – ભાજપના મિતેષ પટેલ

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ભાવનગરથી ફોર્મ ભર્યું છે.
Gujarat lok sabha election 2024 bjp 9 congress 7 aap 1 candidate fill up form
કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે અમરેલીથી ફોર્મ ભર્યું છે.