January 18, 2025

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંદર્ભમાં ગુજરાત, કેરળ, કર્ણાટક ટોચ પર : DPIIT

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રેન્કિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવાના સંદર્ભમાં ગુજરાત, કેરળ અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. બીજી બાજુ કેરળ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશને પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોમાં સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયને ટોપ પરફોર્મર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ રેન્કિંગમાં કુલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેંકમાં પાંચ છે જેમાં બેસ્ટ પર્ફોમન્સ, ટોપ પર્ફોમન્સ, લીડરશીપ, મહાત્વાકાંક્ષી નેતૃત્ત્વ કરનાર અને ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકાસકર્તાઓની પાંચ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વસ્તીના આધારે વ્યાપક રીતે બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક કરોડથી વધુ અને એક કરોડથી ઓછી વસ્તી ધરાવતું ગુજરાત સતત ચોથી વખત રેન્કિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે સ્થાન પામ્યું છે. કર્ણાટકને સતત બીજા વર્ષે આ વિભાગમાં સ્થાન મળ્યું છે. રેન્કિંગનો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં અને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવામાં મદદ કરવાનો છે.

આ પણ વાંચો : NACIN ના નવા કેમ્પસના ઉદ્ઘાટન દરમિયાન PM મોદીએ કહ્યું; ‘આખો દેશ રામમય બન્યો છે’

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022 જાહેર કરી. ગોયલે અધિકારીઓને જણાવ્યું કે સ્ટાર્ટઅપ સ્થાપિત કરવા માટે અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા સુધી પહોંચવા માટે તેઓને કોઈપણ પ્રકારના સમર્થનની જરૂર છે કે કેમ. તેમણે અધિકારીઓને ડીપટેક, એગ્રીટેક અથવા ફિનટેકના આધારે તમામ સાહસિકોને વર્ગીકરણ કરવા પણ કહ્યું છે, જેથી વિભાગ તેમની સાથે કેન્દ્રિત રીતે વાતચીત કરી શકે. આ ઉપરાંત ગોયેલેએ સ્ટાર્ટઅપને “આઇએલએસ (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ)નો વિકલ્પ શોધવા અને હાલમાં એરલાઇન સેક્ટર સામનો કરી રહેલી સમસ્યા (શિયાળામાં ગાઢ ધુમ્મસ)ને હલ કરવા સૂચવ્યું હતું. ILS પાઇલટ્સને રનવે પર ઉતરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી થાય છે અથવા રદ થઈ રહી છે. વધુમાં ગોયલે કહ્યું કે સ્ટાર્ટઅપ્સ વિશ્વભરના લોકોને આકર્ષવા માટે ‘વેડ ઇન ઇન્ડિયા’ (ભારતમાં જ લગ્ન કરે)ને પ્રોત્સાહન આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીના આહ્વાન પર કામ કરવાનો વિચાર કરી શકે છે. ડીપીઆઈઆઈટીના સંયુક્ત સચિવ સંજીવે જણાવ્યું હતું કે લગભગ 1,800 માન્યતા પ્રાપ્ત થયેલા સ્ટાર્ટઅપ્સને પેટન્ટ આપવામાં આવી છે. આવા માન્યા પ્રાપ્ત થયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા 1.17 લાખને વટાવી ગઈ છે.