May 3, 2024

જણસ વેચવા ખેડૂતોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત, જાણો તમામ માહિતી

gujarat farmer Online registration mandatory to sell Crop know all details

ફાઇલ તસવીર

ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, ખેડૂતોને તેમના પાકના ભાવ મળે તે માટે MSP હેઠળ અન્ન અને પુરવઠા વિભાગે તૈયારી પૂર્ણ કરી છે. વર્ષ 2024-25માં ઘઉં, બાજરી અને મકાઈની ખરીદી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતુ કે, સારા ભાવ મળી રહે તે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગ ખરીદી કરશે. ટૂંક સમયમાં ખરીદીની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારે કિવન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ આપવામાં આવ્યું છે. ખેડૂતો ગ્રામ પંચાયતમાં વીસી પાસે નોંધણી કરાવી શકશે. ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

આગામી 27 ફેબ્રુઆરીથી લઈને 31મી માર્ચ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રાજ્યમાં કુલ 196 સેન્ટરો પરથી ખરીદી કરવામાં આવશે. ખરીદીની પ્રકિયા આગામી 15 માર્ચથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમને વડાપ્રધાન અંગે પૂછતા તેમણે કહ્યુ હતુ કે, PM મોદી સાથે રાજકોટમાં કોઈ ખાનગી વાત નહીં કરી. માત્ર સરકારમાં થતી કામગીરી મામલે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

રવિ સિઝન હેઠળ નિયત કરેલા ભાવ રૂપિયામાં (પ્રતિ કિવન્ટલ)

  • ઘઉં – 2275
  • બાજરી – 2500
  • જુવાર હાઈ બ્રીડ – 3180
  • જુવાર માલદડી – 3225
  • મકાઈ – 2090

રાજ્ય સરકાર ઉનાળુ, બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ કિવન્ટલ 300 રૂપિયા બોનસ આપશે. આ ઉપરાંત રવી માર્કેટિંગ સિઝન RMS 2024-25 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે.

ખેડુતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) 2024-25માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે.

નક્કી કરેલો લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયામાં (પ્રતિ ક્વિન્ટલ)

  • ઘઉં – 2275
  • બાજરી – 2500
  • જુવાર (હાઈબ્રીડ) – 3180
  • જુવાર (માલદંડી) – 3225
  • મકાઈ – 2090

ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 બોનસ જાહેર કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.

ખેડૂતો દ્વારા 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખરીદીનો સમયગાળો 15 માર્ચથી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

ખેડુતોએ નોંધણી માટે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે

  • આધારકાર્ડની નકલ
  • ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અની અધતન નકલ
  • ગામ નમૂના 12મા પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધ્યતન દાખલો
  • ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ