કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ, કહ્યું – ઇલેક્ટોરલ બોન્ડના નામે સુનિયોજિત કાવતરું
અમિત રૂપાપરા, સુરતઃ ભાજપ સરકારના ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુરક્ષા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જેમાં ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુરત શહેર કોંગ્રેસના નેતાને પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ દ્વારા ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોવાના અક્ષેપો કર્યા છે. 38 કોર્પોરેટર ગ્રુપને 159 કોન્ટ્રાક્ટ 6 વર્ષમાં આપી 4 લાખ કરોડની રકમના મોટા પ્રોજેક્ટ બાબતે 2000 કરોડ ભાજપના ઇલેક્ટોરલ બોન્ડમાં જમા થયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
ભાજપ સરકારના ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ દ્વારા આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમાં તેમણે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદા દો અને ધંધા લોનું કૌભાંડ આચર્યું છે. ઇલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડરિંગ જેવાં કારનામામાં વધારો થઈ શકે છે. ફંડ આપતી ફરજી કંપનીઓથી દેશમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. 2018 પછી 43 કંપનીઓએ તેની સ્થાપનાના 6 મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે અને કુલ મળીને 384.50 કરોડનું દાન આપ્યું છે.
આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
આ ઉપરાંત તેમને જણાવ્યુ હતુ કે, ઇલેક્ટોરલ બોન્ડ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. state bank of india ઇલેક્ટોરલ બોન્ડની માહિતી 15 સેકન્ડમાં આપી શકે છે. તે મોદી સરકાર આપવા માટે ઇચ્છતી નથી અને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા ચાર અલગ અલગ પદ્ધતિ અપનાવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
નૈષધ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, કોંગ્રેસ ખાનગી કંપની વિરુદ્ધ નથી. રોકાણ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વર્ષ 2004થી વર્ષ 2014 દરમિયાન ખાનગી રોકાણ જીડીપીના 32%એ હતું. જ્યારે કેન્દ્રની ભાજપ સરકારે ચાર પ્રકારે ઇલેક્ટોરલ બોન્ડના નામે અબજો રૂપિયા ખાનગી કંપની પાસેથી વસૂલ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પર તેમને ઇડી અને ઇન્કમટેક્સની એજન્સીનો દુરુપયોગ કરવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમને જણાવ્યું છે કે, પહેલાં ઇન્કમટેક્સ અને ઇડી સહિતની એજન્સીની રેડ પડે છે અને ત્યારબાદ કંપનીઓ બચવા માટે ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ તરીકે ચંદો આપે છે.
નૈષધ દેસાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 38 કોર્પોરેટ ગ્રુપ છે અને કોર્પોરેટ ગ્રુપમાં 10 કંપની, 15 કંપની, 20 કંપની હોઈ શકે છે. એટલે કોર્પોરેટ સમૂહ જેના માલિક એક જ હોય છે. 38 કોર્પોરેટર ગ્રુપને 179 કોન્ટ્રાક્ટ છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. કોર્પોરેટનાં પ્રોજેક્ટ લગભગ 4 લાખ કરોડની માતબર રકમના છે. આ પ્રોજેક્ટ મેળવનારી કંપનીઓ દ્વારા 2000 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ પરશોત્તમ રુપાલાના નિવેદન મામલે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા મેદાને, કહ્યું – ટિકિટ રદ કરો
આ ઉપરાંત તેમને ગેરંટી બાબતે જણાવ્યું હતું કે, ભાજપે ભૂતકાળમાં મોટી મોટી ગેરંટી આપી છે. પરંતુ તે નિષ્ફળ રહી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે ભાજપને હારનો સામનો કરવો પડશે. ત્યારે વિરોધ પક્ષો ચૂંટણી જ ન લડી શકે તેવા તમામ હથકંડા ભાજપ દ્વારા અપનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને 115 કરોડ રૂપિયા કે જે દેશની જનતાએ કોંગ્રેસને ભાજપ સામે મુકાબલો કરવા માટે આપ્યા હતા. તે પણ કોંગ્રેસના ખાતામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. કોંગ્રેસના 11 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા, પરંતુ હાર ભાળી ગયેલી ભાજપ વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે બિન લોકશાહી રીતે હાથ કંડાનો ઉપયોગ કરે છે.