March 17, 2025

ગુજરાત જળ સિમાંકનમાંથી છેલ્લા બે વર્ષમાં ATSએ 484.85 કરોડોનું ડ્રગ્સ પકડ્યું

ગાંધીનગર: ગુજરાત જળ સિમાંકનમાંથી છેલ્લા બે વર્ષમાં ATS દ્વારા કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં આ અંગેની વિગતો બહાર આવી છે. ATS દ્વારા રૂપિયા 484.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

વર્ષ 2023માં રૂપિયા 422 કરોડના મુલ્યનું 60 કિલો 304 ગ્રામ ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) ઝડપાયું હતું. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડના મુલ્યનું 173 કિલો ચરસ તો 460 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. ATSના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરિક ઝડપાયા હતા.