પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારતાની સાથે જ સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો

PCB Loss in Champions Trophy: પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઘરઆંગણે યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શરમજનક હારનો સામનો કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે ટીમ ફક્ત 5 દિવસમાં એક પણ મેચ જીત્યા વિના બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાને સપનું જોયું હતું કે આ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને તેને અબજો રૂપિયાનો ફાયદો થશે, પરંતુ મામલો તેનાથી વિપરીત બન્યો. પાકિસ્તાન બોર્ડે ટુર્નામેન્ટ માટે સ્ટેડિયમ સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ અંતે 85 ટકાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. ફાઇનલ મેચ પણ પાકિસ્તાનમાં યોજાઈ નહીં તેનું પણ મોટું નુકસાન થયું. પાકિસ્તાન ક્રિકેટને 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ કરાર, આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોનો સહયોગ
સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો
એક રિપોટ પ્રમાણે PCB એ ઘરેલુ મેચોનું આયોજન કરવા માટે લગભગ 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. સામે 52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ નુકસાનની ભરપાઈ કરવા માટે, PCB એ સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો છે. ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નહીં. પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ અને ભારત સામે પરાજય થયો હતો, જ્યારે બાંગ્લાદેશ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.