આજે વિધાનસભાનું સત્ર, બજેટની માગણીઓ પર મતદાન થશે
ગાંધીનગરઃ આજે વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગૃહમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ગરમાગરમીનો માહોલ રહે તેવી શક્યતા છે. આ સત્ર દરમિયાન અનેક મુદ્દા પર ચર્ચા થશે.
ગૃહમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે. પાટણના MLA ડો. કિરીટ પટેલ પ્રથમ પ્રશ્નો પર ચર્ચા કરશે. જેમાં રાધનપુરની હોસ્પિટલમાં થયેલી બેદરકારી મામલે સરકારની કાર્યવાહીના મુદ્દા પર ચર્ચા થશે.
સરકારે હોસ્પિટલ વિરુદ્ધ પગલાં લીધાં કે નહીં તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ દર્દીઓએ આંખો ગુમાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ 7 દર્દીઓએ આંખો ગુમાવી હતી. દર્દીઓએ માણેકલાલ નાથાલાલ વખરીયા સર્વોદય હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું.
આ ઉપરાંત ગૃહમાં બજેટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ બજેટની અમુક માગણીઓ પર મતદાન પણ કરવામાં આવશે.