May 4, 2024

મધદરિયેથી 2000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, 5 વિદેશીની ધરપકડ

gujarat arabian sea seized drugs of 2500 crore five accused arrested

ફાઇવ તસવીર

અમદાવાદઃ ગુજરાત રાજ્યના દરિયાકિનારેથી છેલ્લા એક વર્ષમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એકવાર મધદરિયેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATS, ભારતીય નેવી અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ચરસ અને અન્ય ડ્રગ્સના જથ્થા સહિત 3100 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સની કુલ કિંમત અંદાજે 2000થી 2500 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય સીમામાંથી બોટ દ્વારા જથ્થો ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે જ મધદરિયે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ 5 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ચરસ અને ડ્રગ્સના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલાં હેરોઇન ઝડપાયું હતું
ગીર-સોમનાથ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો છે. વેરાવળ બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. હાલ આ મામલે જિલ્લા LCB, SOG સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. 50 કિલો સીલ બંધ પેકેટ હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરીયાઇ બોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે.

ગુજરાત ATSએ તપાસ ચાલુ કરી
તો બીજી તરફ, આ મામલે ગુજરાત ATS એ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કર્યું હતું. વેરાવળ બંદરેથી ડ્રગ્સ ઉત્તર પ્રદેશ મોકલવાનું હતું. આ જથ્થાનો રિસિવર ઉત્તર પ્રદેશનો ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. આ ઉપરાંત પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ મળી આવ્યો છે. હાલ તમામ 9 આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.