December 23, 2024

ગુજરાતની 26 લોકસભા બેઠક પાટીલ કરશે ‘પ્રચંડ પ્રચાર’, ઉમેદવારને સાથે રાખશે

Gujarat 26 lok sabha seat CR Patil campaign along with candidate

સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભાજપમાં બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. ભાજપે આ ચૂંટણીમાં દરેક સીટ પર પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકો યોજવામાં આવી રહી છે અને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે માહિતી આપતા સીઆર પાટીલે એક્સ પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યોની વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું હતું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું.’

આ પણ વાંચોઃ પોસ્ટરવોર મામલે BJPની કલેક્ટર સહિત રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ

26 સીટ પર પાટીલ કરશે પ્રચાર
ગુજરાતની 26 સીટ પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી નાંખી છે. ત્યારે હવે હાઇકમાન્ડે તમામ ઉમેદવારને પ્રચાર-પ્રસાર માટે મેદાનમાં ઉતરી જવા માટે જણાવ્યું છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ બેઠકો પર ઉમેદવારને સાથે રાખીને ચૂંટણી પ્રચાર કરશે તેવી વાત કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી

સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
આ ઉપરાંત ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ સામેલ છે. આ સિવાય ઘણાં રાજ્યોના મુખ્યમંત્રી સહિત બોલિવૂડના કલાકારો પણ સામેલ છે.