GT vs PBKS: શુભમન ગિલ બનાવશે અમદાવાદમાં આ રેકોર્ડ, આવું કરનારો બની જશે પ્રથમ ખેલાડી

GT vs PBKS: IPL 2025માં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદમાં મેચ રમાવાની છે. બંને ટીમ આજે તેની પહેલી મેચ રમશે. બંને ટીમ તેની પહેલી મેચ જીતવા માટે પોતાનો દમ લગાડી દેશે. ગિલ અને ઐયર વચ્ચે જોરદાર જંગ જોવા મળશે. આજથી મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ શકે છે. શું ઘરઆંગણે શુભમન ગિલ એક મહાન રેકોર્ડ બનાવી શકે છે?

શું ઘરઆંગણે નવો ઇતિહાસ રચાશે?
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPLમાં શુભમન ગિલની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. ગુજરાતની ટીમ પહેલી જ મેચમાં જીત માટે પ્રયત્ન કરશે. કેપ્ટન શુભમન ગિલ પણ નવો ઇતિહાસ રચવા માટે નજર રાખશે.શુભમન ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 રન પૂરા કરવાની ખૂબ નજીક છે. 47 રન બનાવતાની સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 IPL રન બનાવનાર ખેલાડી બની જશે. આવું કરતાની સાથે તે પ્રથમ ખેલાડી બની જશે. અમદાવાદના આ મેદાનમાં કોઈ પણ ખેલાડીઓ આ આંકડાને સ્પર્શી શક્યો નથી.

આ પણ વાંચો: IPL 2025:27 કરોડમાં ખરીદેલો પંત થયો પહેલી મેચમાં ફેલ, ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
શુભમન ગિલ – 953
સાઈ સુદર્શન – 603
અજિંક્ય રહાણે – 336
ડેવિડ મિલર – 308
રિદ્ધિમાન સાહા – 290
હાર્દિક પંડ્યા – 235