IPL 2025: વિગ્નેશ પુથુરને એમએસ ધોનીએ શું કહ્યું હતું? ખુદ વિગ્નેશ પુથુરે આપ્યો જવાબ

IPL 2025 CSK vs MI: મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્પિન બોલર વિગ્નેશ પુથુરે CSK સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પહેલી મેચમાં CSKએ મુંબઈની ટીમને હાર આપી હતી. તમને જણાવી દઈએ કે વિગ્નેશ પુથુરને IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેના પ્રદર્શનના કારણે તમામનું ધ્યાન તેના પર ગયું હતું. આ પછી ધોની પણ વિગ્નેશનો ચાહક બની ગયો હતો. ધોની વિગ્નેશના ખભા પર હાથ રાખીને વાત કરતો જોવા મળ્યો હતો. આ બંને વચ્ચે શું વાત થઈ હતી તેની ચર્ચા થઈ રહી હતી કે એવી તો આ બંને વિશે શું વાત થઈ હતી.

આ પણ વાંચો: GT vs PBKS: શુભમન ગિલ બનાવશે અમદાવાદમાં આ રેકોર્ડ, આવું કરનારો બની જશે પ્રથમ ખેલાડી

વિગ્નેશ અને ધોની વચ્ચે શું વાતચીત થઈ?
IPLમેચમાં વિગ્નેશ પુથુરે શાનદાર પ્રદર્શન કરીને તમામ ખેલાડીઓમાં હલચલ મચાવી દીધી હતી. તમામ ક્રિકેટ ચાહકોથી લઈને તમામ તેની ચર્ચા કરી રહ્યા હતા. વિગ્નેશે તેની અને ધોની વચ્ચેની વાતચીત વિશે જણાવ્યું હતું. “ધોનીએ તેને પૂછ્યું કે તેની ઉંમર કેટલી છે અને વિગ્નેશે કહ્યું કે તે એ જ કામ કરતો રહે જેના કારણે તે IPLમાં આવ્યો છે.” 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. આ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. તમને જણાવી દઈએ કે વિગ્નેશ પુથુરે 3 ઓવરમાં 32 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જેમાં તુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડ્ડાનો સમાવેશ થાય છે.