ઓરેન્જ કેપની રેસ બની રસપ્રદ? ગિલની નાની ઇનિંગે રોહિતને પાછળ ધકેલ્યો
IPL 2024: આ વર્ષે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી આગળ છે. ગઈ કાલની મેચ ખુબ ખરાબ જોવા મળી હતી. જેમાં ગુજરાતની ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની ટીમ માટે રન બનાવી શક્યો ના હતા. પરંતુ તેની એક નાની ઇનિંગ્સ દરમિયાન તેણે ઓરેન્જ કેપની રેસમાં મુંબઈના રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
નંબર વન વિરાટ
વિરાટ કોહલી હજુ પણ નંબર વન છે. વિરાટ એ એવો બેટ્સમેન છે જેણે લીગમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. તેનો રેકોર્ડ હજુ સુધી કોઈએ તોડ્યો નથી. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ આવે છે. રિયાને અત્યાર સુધીમાં 318 રન બનાવ્યા છે. આ બંને ખેલાડીઓ એવા છે કે જેણે 300નો આંકડો પાર કર્યો છે. આ આંકડાને કોઈ પણ બેટ્સમેન હજુ કોઈ પાર કરી શક્યું નથી.
આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સે IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યો!
સુનીલ નારાયણ ત્રીજા સ્થાને
કોહલી અને પરાગ બાદ સુનીલ નારાયણ ત્રીજા નંબર પર હાલ જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને તેમાં તેણે 276 રન બનાવ્યા છે. રાજસ્થાનની ટીમનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. તેની સાથે તેના કેપ્ટન પણ શાનદાર રમી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન 276 રન સાથે ચોથા સ્થાન પર છે. ગઈ કાલની મેચ બાદ શુભમન ગિલ પાંચમા સ્થાને આવી ગયો છે. રોહિત શર્મા 6 મેચમાં 261 રન બનાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ગિલે માત્ર 8 રન બનાવ્યા હતા
ગઈ કાલની મેચમાં ગુજરાતની ટીમ સાથે શુભમન ગિલનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. ટીમનો કેપ્ટન 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રાશિદ ખાને 31 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ પણ ખેલાડી વધારે રન બનાવી શક્યા ના હતા. ટોટલ રન 89 જ બનાવ્યા હતા ગુજરાતની ટીમે. જેના કારણે દિલ્હીના ખેલાડીઓને આ મેચ જીતવી ખુબ આસાન થઈ ગઈ હતી. અત્યાર સુધી દિલ્હીની ટીમ આવું 2 વખત કર્યું છે એક વાર મુંબઈની સામે અને આ વખતે ગુજરાતની સામે કે તેણે સામે વાળી ટીમને 100 રન પુરા કરવા દીધા ના હતા.