અમે લોકોના જીવ સાથે ચેડા નહીં ચલાવી લઈએ : હાઈકોર્ટ
અમદાવાદ: ગોંડલના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે બ્રિજ મામલે નગરપાલિકા અને સકરારની ધીમી કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. નોંધનીય છે કે હાઇકોર્ટે કાર્યની પ્રગતિ અંગે સવાલ પૂછ્યા હતા કે હાલની શું સ્થિતિ છે. તે સિવાય શહેરી વિભાગે યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને લખેલા પત્રના અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.
મળતી માહિતી અનુસાર ગોંડલના 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમા હાઇકોર્ટે જૂના બ્રિજ મામલે ધીમી કામગીરી પર અનેક સવાલો ઉઠાવીને નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગના કાર્યો હોય એમાં યુથ એન્ડ કલ્ચર વિભાગ શું કામ કરશે??? સંબધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું જણાઈ રહ્યું છે. હેરિટેજ મામલે શા માટે હજુ સુધી આર્કીઓલોજીકલ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો નથી.
આ સિવાય એવા પણ સવાલ ઉઠાવ્યા હતા કે, આ એવો પ્રશ્ન નથી જેના માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવી પડે. હવે બહુ થયું અમને ચોક્કસ સમય જોઈએ છે. દરરોજ હજારો લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે. હાઇકોર્ટે તરફથી એવા પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે, અમે લોકોના જીવ સાથે ચેડા નહીં ચલાવી લઈએ