સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ, જુઓ કેટલે પહોંચ્યું
મિહિર સોની, અમદાવાદઃ નવા આર્થિક વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે સતત બીજા દિવસે માર્કેટ ખૂલતાંની સાથે જ સોનાના ભાવમાં વઘારો જોવા મળ્યો છે. સોનાનો ભાવ હાલ આસમાને પહોંચ્યો છે.
સોનું ઓલટાઇમ હાઈ 71,800 રૂપિયાને પાર પહોચ્યું છે. ભારતીય અને વૈશ્વિક શેરબજારની તેજીની અસરના લીધે સોનાના ભાવ વધ્યાં છે. ત્યારે સોની વેપારીનું કહેવું છે કે, આવનારા દિવસોમાં હજી પણ સોના ભાવ વધી શકે છે. જો કે, સોનાનો ભાવ વધતા લગ્નસરાની સિઝન ટાણે ખરીદનારાઓની મુશ્કેલી વધી છે. ગઈકાલે માર્કેટ બંધ થયું ત્યારે સોનાનો ભાવ 71500 હતો. ત્યારે આજે માર્કેટ ખૂલતાં જ તેમાં 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ હવે ભારતમાં ખૂલશે Metaનું ડેટા સેન્ટર, અંબાણી-ઝુકરબર્ગ વચ્ચે જામનગરમાં મિટિંગ
તે છતાં હજુ લોકો સોનું ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં લોકો રોકાણ અર્થે પણ સોનાની ખરીદી કરતા હોય છે. તેને કારણે ભવિષ્યમાં સારો નફો મળતો હોવાથી લોકો ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, એક જ વર્ષમાં સોનાનો ભાવ 85 હજાર પાર થઈ શકે છે, તેવી વેપારીએ શક્યતા વ્યક્ત કરી છે.