May 21, 2024

તુર્કીના ઈસ્તાંબુલમાં નાઈટ ક્લબમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 29ના મોત

Istanbul Nightclub Fire: તુર્કીના સૌથી મોટા શહેર ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ઈસ્તાંબુલ ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે શહેરના મધ્યમાં એક નાઈટક્લબમાં સમારકામ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ આગમાં 29 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયા છે. ગવર્નર દાવુત ગુલના કાર્યાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે આગમાં મૃતકોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આગમાં ઘાયલ એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.’

પોલીસે પાંચ લોકોની કરી ધરપકડ
આ નાઇટક્લબ રહેણાંક ગેરેટેપ જિલ્લામાં સ્થિત 16 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે. વીડિયોમાં ઉપરના માળે આવેલી બારીઓમાંથી જ્વાળાઓ અને ગાઢ ધુમાડો નીકળતો જોવા મળે છે. ગવર્નર ઑફિસ દ્વારા નિવેદન આવ્યું કે, આગ 12:47 (09:47 GMT) વાગ્યે લાગી હતી અને કલાકો પછી ફાયર બ્રિગેડ દ્વારા તેને કાબૂમાં લેવામાં આવી હતી, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ક્લબના સંચાલન અને સમારકામો માટે જવાબદાર વ્યક્તિ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.