November 28, 2024

Godhra: પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

ગોધરા: ગોધરામાં મોડી રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. ભીષણ આગે અન્ય ત્રણ ફેક્ટરીને ઝપટમાં લીધી હતી. જોકે, તંત્ર દ્વારા ડી-માર્ટ મોલ પણ કરાવવામાં આવ્યો હતો. પરંતુ મોડી રાત સુધી આગ કાબૂમાં આવી ન હતી.

મળતી માહિતી અનુસાર ગોધરા શહેરના ધોળા કૂવા વિસ્તારમાં આવેલા પવન પેકેજીંગ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અન્ય ત્રણ ફેક્ટરી ઝપટમાં આવી ગઈ હતી. ગઈકાલે રાતે તંત્રે ડી માર્ટ મોલ ખાલી કરાવ્યો હતો.

નોંધનીય છે કે ગોધરા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મેજર કોલ એટલે આગની ઘટનામાં રૂ.2 લાખથી વધુનું નુકસાન થાય તો મેજર કોલ જાહેર કરવામાં આવે છે. જેમાં ગોધરા, લુણાવાડા, સંતરામપુર, હાલોલ, કાલોલ, વણાંકબોરી તેમજ જી.આઇ.ડી.સી.ના ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ને પ્રચંડ આગ ઉપર કાબુ મેળવવવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા કલેકટર અને ગોધરા પ્રાંત ઓફિસર એ ઘટના સ્થળે પહોંચ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી તેમજ જરૂરી સૂચના આપી હતી. બીજી તરફ મોડી રાતે સિમેન્ટના ગોડાઉન સહિત બાજુની બે ફેક્ટરી પણ આગની ઝપટમાં આવી ગઈ હતી.જોકે રાતના બે વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી નહોતી.

આ ઘટનાની જાણ થતાં ગોધરા નગર પાલિકાના ફાયરબ્રિગેડના ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.સિમેન્ટના ગોડાઉન સહિત બાજુની બે ફેક્ટરી પણ આગની ઝપટમાં આવી ગઈ હતી.જોકે રાતના 8 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી નહોતી. જ્યારે ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.