May 3, 2024

VIDEO: મેક્સવેલે બાઉન્ડ્રી લાઇન પર પકડ્યો કેચ, રહાણે જોતો જ રહી ગયો

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે વિજય પ્રાપ્ત કરીને પોતાનું ખાતું ખોલાવી દીધું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સની હાર સાથે શરૂઆત થઈ છે. ગ્લેન મેક્સવેલ ચોક્કસપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે બેટિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો ન હતો. પરંતુ તેણે ફિલ્ડિંગમાં એક અદ્ભુત કેચ લીધો હતો.

આઠમી વખત માત
ઈનિંગની 11મી ઓવરમાં અજિંક્ય રહાણેએ કેમેરોન ગ્રીનના બોલ પર શાનદાર રીતે બોલ ફ્લિક કર્યો હતો. બોલ લગભગ સિક્સર પર જતો હતો, પરંતુ પછી ગ્લેન મેક્સવેલ હવામાં ઉછળ્યો અને બાઉન્ડ્રી પર આશ્ચર્યજનક કેચ પકડ્યો. આ કેચ જોઈને ખુદ અજિંક્ય રહાણે પણ વિશ્વાસ કરી શક્યો નહીં. જોકે, હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને આઠમી વખત માત આપી છે.

આ પણ વાંચો: ઋતુરાજ ગાયકવાડે કરી ધોનીની બરાબરી, પહેલી મેચમાં કેપ્ટન અને જીત..!

ટાર્ગેટ આપ્યો
મેક્સવેલના કેચને કારણે RCBને રહાણેની વિકેટ એવા સમયે મળી જ્યારે તે રચિન રવિન્દ્ર સાથે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો. જો કે તેની ઇનિંગ 27 રનથી આગળ વધી શકી ન હતી. રહાણેએ આ દરમિયાન 18 બોલનો સામનો કર્યો જેમાં તેણે બે શાનદાર સિક્સર પણ ફટકારી.બેંગ્લુરૂએ પ્રથમ બેટિંગ કરીને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે 18.4 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી જીત હાંસલ કરી લીધી હતી. રવિન્દ્ર જાડેજા અને મિતેલ તથા રહાણેએ મેચનું પાસુ બદલી નાંખ્યું હતું. રતિને 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 સિક્સ મારીને સ્કોર બોર્ડ સતત ફરતુ રાખ્યું હતું. અંતિમ તબક્કામાં જાડેજાના 25 રન ટીમને જીત અપાવી ગયા હતા. છ વિકેટે ચેન્નઈ સુપરકિંગ્સ જીત હાંસલ કરીને વિજયકુચ જાળવી રાખી છે.

વિશ્વનો છઠ્ઠો ખેલાડી
ઋતુરાજ અને ફાફ એક સમયે એક જ ટીમમાંથી રમતા હતા. એ હવે એક બીજાના હરીફ બનીને સામે આવ્યા હતા. જોકે, મેચની સ્ટ્રેટજી ચેન્નઈની થોડી નબળી લાગી રહી હતી. પણ વિકેટ પાછળથી ધોનીએ મોટા ખેલાડીઓની વિકેટ ખેરવતા ટીમમાં આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ ભલે કોઈ ટ્રોફી જીત્યું નથી પણ રેકોર્ડમાં એમના ખેલાડીઓનો દબદબો યથાવત રહ્યો છે. વિરાટ કોહલી ગઈકાલની મેચમાં ખાસ કંઈ કરી શક્યો નથી. પણ 12 હજાર રન પૂર્ણ કર્યા હતા. ટી20માં આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો છઠ્ઠો ખેલાડી છે.